સુરત: હીરના વેપારીઓ માટે ચેતવણીરુપ કિસ્સો ! મહીલા એ ધીરે ધીરે કરતા 19 લાખ ના હીરા…
હાલ છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં અને દેશમાં ચોરી,લૂંટફાટ જેવી ઘટનાઓ ખુબજ વધી ગઈ છે. અને આ ચોરી,લૂંટફાટ કરી લોકો પોલીસનો પણ ડર રાખતા હોતા નથી તેવીજરીતે હાલ એક તેવોજ ચોરીનો મામલો સામે આવી રહ્યો છે જેમાં હીરા કારખાનામાં કામ કરતી મહિલાએ હીરા ચોરી કરી, જવેલરી કામ કરતા પતિ સાથે મળી દલાલને વેચી માર્યાં છે. હીરાની કિંમત જાણી તમે પણ ચોકી જશો.
આ ઘટના સુરતથી સામી આવી રહી છે જ્યા કતારગામ વિસ્તારમાં હીરાના કારખાનામાં નોકરી કરતી મહિલાએ 19 લાખના હીરા ચોરી તો કર્યા પણ ચોરીના હીરા પોતાના પતિ સાથેના દલાલને વેચી દેવાનો મામલો સામે આવ્યો હતો. જોકે, કારખાનાના માલિકે આ મામલે પોલીસ ફરિયાદ કરતા પોલીસે ચોરી કરનારા દંપતીની ધરપકડ કરી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આમ વાત કરીએ તો સુરતના કતારગામ વિસ્તારમાં આવેલી હીરા ફેક્ટરીના માલિક શૈલેષભાઈ છોટાળાએ પોલીસમાં ફરિયાદ આપી હતી કે, તેમને ત્યાં કામ કરતી એક મહિલા કર્મચારીએ દોઢ મહિનામાં 19 લાખના હીરા ગાયબ કર્યા છે. જોકે આ મામલે તપાસ કરતા મહિલાએ ચોરી કર્યા હોવાનો ભાંડો ફૂટી જતા પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી.
આ સાથે પોલીસે પ્રિયંકાબેન વિક્કી સોલંકી અને તેના પતિ વિક્કી સોલંકીની ધરપકડ કરી છે. મહિલાનો પતિ પણ જવેલરીનું કામકાજ કરે છે. કતારગામ વસ્તાદેવડી રોડ પર પટેલ ઈન્સ્ટ્રીયલમાં શ્રી જવેલર્સ નામના હીરાના કારખાનામાં મહિલાકર્મી પ્રિયંકા સોલંકી હીરા ટેઇલી કરવાનું અને હીરાની ડેટ્રા એન્ટ્રી સહિતની કામગીરી કરતી હતી. આમ દોઢ મહિનામાં કારખાનામાં હીરા ટેઇલી કરતી વખતે અલગ અલગ સમયે 31 કેરેટના 50 સેન્ટ વજનના 19 લાખના હીરા ગાયબ થયા હતા.