સુરત : બાળકની એક ભૂલે માતા-પિતાને દોડતા કરી દીધા!! 7 વર્ષીય માસુમને ત્રણ દિવસથી પેટમાં દુખતું હતું એક્સરે કર્યો તો…
હાલમાં દિવસે ને દિવસે નાના બાળકોને લઇને અનેક ચોંકવનારી ઘટના સામે આવે છે, ફરી એકવાર સુરત શહેરમાં એક લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે. વરાછા 7 વર્ષીય બાળક 2 રૂપિયાનો સિક્કો ગળી જતાં બાળકનો જીવ જોખમમાં મુકાઈ ગયો હતો. આ ઘટના ખુબ જ દુઃખદ અને ચેતવણી સમાન છે. આ ઘટના અંગે વિગતવાર માહિતી આપીએ.
દિવ્યભાસ્કરના અહેવાલ પ્રમાણે જાણવા મળ્યું હતું કે,અંબિકા નગરમાં સંજુભાઇ શાહુના દીકરા સાથે આ ઘટના બનેલ. સંજુભાઇ લોન્ડ્રી કામ કરી પોતાના ઘરનું ગુજરાન ચલાવે છે, હાલમાં જ તેમના 7 વર્ષીય દીકરો દેવાંશ એ બે દિવસ પહેલા દેવાંશ ઘરે રમતા-રમતા બે રૂપિયાનો સિક્કો ગળી જતા પરિવારનો જીવ તાળવે ચડી ગયો હતો.
બે દિવસ પહેલા બાળક સિક્કો ગળી ગયો હતો પરંતુ આજે ઊલટીઓ થવા લાગી હતી. જેથી, માતા-પિતા દેવાંશને નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં એકસ-રે કરવામાં આવતા સિક્કો છાતીમાં ફસાઈ ગયો હોવાનું સામે આવ્યું હતું. જેથી પરિવાર સંકટમાં મુકાઈ ગયેલ કારણ કે પરિવારની આર્થિક પરિસ્થિતિ સારી ન હતી આ કારણે તાત્કાલિક તેઓ સિવિલ હોસ્પિટલમાં ગયેલ.
સિવિલ હોસ્પિટલમાં તબીબે ગંભીરતા જોઈ દેવાંશને દાખલ કરી દીધો હતો. હાલ દેવાંશને બાળકોની ઓપીડીમાં સારવાર કરવામાં આવી રહી છે.બાળકની છાતીમાં ફસાયેલા સિક્કાને કાઢવા માટે કામગીરી હાથ ધરવામાં આવી છે.આ ઘટના દરેક માતા પિતાઓ માટે ચોંકવનાર કિસ્સો છે, ક્યારેય પણ પોતાના બાળકને આવી વસ્તુ ન આપવી જોઈએ જે તેના જીવને જોખમમાં મૂકી શકે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.