Gujarat

સુરતમાં 41 પીએસઆઈની એક ઝાટકે બદલીના આદેશ થતાં સોંપો પડી ગયો ! જાણો કોને…

બોટાદ મા કેમિકલ કાંડ થયા બાદ બદલી નો સીલસીલો ચાલું થયો હતો છે હજુ સુધી રોકાયો નથી. હાલ સુરત મા સુરત પોલીસના 41 પોલીસ સબ ઈન્સ્પેક્ટરોની એક ઝાટકે સામૂહિક બદલીના ઓર્ડર થતાં પોલીસ મહેકમમાં સોંપો પડી ગયો છે. ઘણા લાંબા સમય થી એક જ પોલીસ સ્ટેશન મા ફરજ બજાવતા હોય તેવા પીએસઆઈને ની પણ બદલી ના આદેશ થતા અનેક તર્ક વિતર્ક સામે આવ્યા છે.

સુરત ના પોલીસ કમિશનર અજયકુમાર તોમર દ્વારા સતત એવા પ્રયાસો કરવા મા આવી રહ્યા છે કે પોલીસ ની છવી જાહેર જનતા મા સારી બને. આમ છતા ઘણા એવા કિસ્સાઓ સામે આવ્યા છે જેમા પોલીસ ની છવી આમ જનતા વચ્ચે સુધરી નથી ત્યારે તાજેતર મા જ એડવોકેટ મેહુલ બોગરા પર trb જવાને કરવા હુમલા બાદ સરથાણા પોલીસની ભૂમિકાને લીધે પોલીસ પર દબાણ વધ્યું હતું ત્યારે જવાબદાર અધિકારીઓ ની બદલી બાદ હવે આજે ફરી બિનહથિયારધારી 41 પીએસઆઈની બદલીના ઓર્ડર પોલીસ કમિશનર દ્વારા કરવામાં આવ્યા છે.

આ બદલી ને ક્યાં કારણો સર થઇ એ ચોક્કસ પણે સામે આવ્યું નથી પરંતુ એવુ ચર્ચાઈ રહ્યુ છે કે આ આંતરીક બદલી લાંબા સમયથી એક જ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા PSI ની કરવા મા આવી છે. આ ઉપરાંત ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી ટૂંક સમયમાં જાહેર થાય તેવી સંભાવનાના પગલે બદલીના ઓર્ડર થયા હોવાની પણ ચર્ચા ચાલી રહી છે. એક ચર્ચા એવી પણ છે 

જો આ અગાવ થયેલી બદલી ની વાત કરવા મા આવે તો રાજ્યમાં ગયા અઠવાડિયે ગૃહ વિભાગે એક સાથે 88 પોલીસ ઇન્સ્પેક્ટરોની બદલી નો આદેશ કરાયો હતો. જેમાં સુરત શહેરમાંથી 12 પોલીસ ઇન્સ્પેક્ટરો અને ગ્રામ્યમાંથી 2 ઇન્સ્પેક્ટરો મળીને 14 પીઆઈની બદલી થઈ છે. સુરત શહેરમાં ક્રાઈમ બ્રાંચમાં ફરજ બજાવી રહેલા પીઆઈ એ.જી.રાઠોડની સાબરકાંઠા અને એમ.એલ.સાળુંકેની વડોદરા બદલી કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!