Gujarat

સુરત ના યુવાન નો અનોખો આઈડીયા ! ચાલુ કરી “બાઈક ચાઈ ” આઈડીયા જાણી તમે પણ…

આપણે જાણીએ છે કે, આજનો યુગ એ યુવાપેઢીનો છે. આજના સમયમાં અનેક લોકો જીવનમાં સફળતા મેળવવા સ્ટાર્ટ અપ કરી રહ્યા છે અને મોટેભાગના યુવાનો નવીત્તમ વિચાર સાથે પોતાના વ્યવસાય ની શરૂઆત કરે છે. ત્યારે હાલમાં જ એક યુવાને પોતાના વ્યવસાયની શરૂઆત કરી છે. જેના વિશે જાણીને તમે પણ ચોંકી જશો. ખરેખર આ વ્યવસાય ખૂબ જ ઉમદા છે. અત્યાર સુધી તમે આવી રેસ્ટોરન્ટ વિશે ક્યાંય નહીં સાંભળ્યું હોય.

ચાલો અમે આપને એક એવી રેસ્ટોરન્ટની સફર કરાવી શું જે એક બાઇક છે. ખાસ વાત એ કે આ રેસ્ટોરન્ટ તો નહીં પણ મીની કાફે છે. જુના જમાનામા જેમ ચાની લારીઓ હતી એવી જ રીતે એ જ પ્રવુતિ ને આજે મોર્ડન આકૃતિ આપીને લોકો આકર્ષાય છે. ચાલો અને આપણે ચાઈ બાઇક વિશે જણાવીએ. આ વ્યવસાય શરૂ કરનાર છે.ચૌહાણ મનોજ દીપકભાઈ પણ આવા જ એક વ્યક્તિ છે.

સુરતનાં લોકો એટલે કંઈ કહેવાપણું જ ન રહ્યું. મનોજ એ.લ સુરતમાં જ તેઓએ સ્નાતકની ડિગ્રી પૂર્ણ કર્યા પછી મોકટેલનો વ્યાપાર શરુ કર્યો. ઘણીવાર મોડી રાત્રી સુધી પણ કામ કરવું પડતું હતું અને તે દરમિયાન તે અને તેમના મિત્રો એક વાક્ય વારંવાર બોલતા હતા કે ‘ચલ બાઈક નીકાળ, ચા પીવા જઈએ’ બસ આજ વાત થી મનોજને વિચાર આવ્યો કે કેમ ના તે જ એક એવો ધંધો શરુ કરે. અને આમ તે વિચારે જન્મ આપ્યો ‘Chai Bike’ ને.

કહેવાય છે ને કે દરેક વસ્તુઓ આપણી આસપાસ જ રહેલ હોય છે બસ નજર આપણી તેજ હોવી જોઈએ કે એને આપણે પારખી શકીએ. પોતાના પૈસાનું રોકાણ કરી એક એવી બાઈક બનાવવાની શરૂઆત વર્ષ 2016 માં કરી કે જેની મદદથી ચા અને પીણાં સાથે નાસ્તાને પણ લોકોને સર્વ કરી શકાય. આ માટે તેમને શરૂઆતમાં એક મોડલ બનાવ્યું પણ તે
શરૂઆતમાં તેણે ચાર લાખનું નુકસાન ભોગવ્યું.ધંધો એટલે નફો અને ખોટ! આવું તો થયા જ કરે એટલે હાર થોડી માની લેવાય અને આમ પણ ગુજરાતીઓ શરૂ કર્યા પછી ક્યારેય પાછા ન ફરે.

મનોજે તેમાંથી અમુક વસ્તુઓ કાઢી તેને ઉપયોગમાં લઇ શકવા માટે યોગ્ય બનાવ્યું. આમ 2019 ના અંતમાં માં આ બાઈક તૈયાર થયું. ચાઈ બાઈકની ડિઝાઇન મનોજે જાતે જ તૈયાર કરી હતી. 2019 માં Chai Bike તો તૈયાર થઈ થઈ ગયું પણ 2020 માં કોરોના કારણે તેમણે આ બાઈકનો ઉપયોગ કરવાનો ચાન્સ ન મળ્યો તેથી તેમણે તેના વિકલ્પ તરીકે ‘Mr. Chai Bike’ કેફેની શરૂઆત કરી.

કેફેની શરૂઆત પછી કોરોનની પ્રથમ લહેરની અસર ઓછી થતાં જ મનોજે પોતાનું આ Chai Bike લોન્ચ કર્યું. જે જોત જોતામાં તો ખુબ જ પ્રસિદ્ધ થઈ ગયું. આજે મનોજના આ Chai Bike ની તથા કેફેની શરુઆતને 2 વર્ષ ઉપર થઈ ગયું છે. વ્યાપારની શરૂઆત પછી જે પણ નફો થયો છે અને પોતાના આ વ્યાપારને એક ફ્રેન્ચાઇઝી મોડલ તરીકે વિકસાવી સમગ્ર ભારતમાં લોન્ચ કરવા માંગે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!