સુરતના કેમિકલ ભરેલું ટેન્કર લીક થતા ઝેરી ગેસના લીધે 6 વ્યક્તિઓ મુત્યુ પામ્યા, 23 લોકો શ્વાસ રૂંધાતા હાલમાં…
સુરત શહેરમાં હાલમાં જ એક દુઃખ ઘટના બની છે, જેને લઇને ગુજરાત ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવીએ દુઃખ વ્યક્ત કર્યું છે, સાથો સાથ નિવેદન આપ્યું છે કે , સુરતના સચિન GIDCમાં રોડની બાજુમાં બનેલ ગંભીર અકસ્તમાત ના લીધે અનેક લોકો મૃત્યુ પામ્યા છે, ત્યારે અનેક લોકો ઇજાગ્રસ્ત થતા. હવે ઝડપથી સારવાર ચાલી રહી છે એ પ્રાથમિકતા છે. ત્યાર બાદ જે જરૂર હશે એ કરવામાં આવશે. પોલીસ કમિશનર દ્વારા બે-ત્રણ ટીમ બનાવી તપાસકરવાનો આદેશ આપેલ છે. ટેન્કરનો ડ્રાઈવર હાલ બેભાન છે, પણ ભાનમાં આવી જશે એવી શક્યતા છે. ટેન્કરમાં જે કેમિકલ હતું એ થોડું હેવી હશે, કેમ કે પહેલા માળ સુધી અસર થઈ હશે, જોકે સંપૂર્ણ તપાસ ચાલી રહી છે.
આ ઘટના કંઈ રીતે બની એના વિષે સંપૂર્ણ માહિતી જાણીએ તો,સુરતના સચિન GIDCમાં રોડની બાજુમાં પાર્ક કરેલું કેમિકલ ભરેલું ટેન્કર લીક થતાં 6 લોકોનું મોત થયું તેમજ આ ઉપરાંત 20 લોકો ગેસથી ગૂંગળાયા છે, જેમાં GIDCમાં આવેલી વિશ્વ પ્રેમ મિલના 10 કારીગર અને અન્ય મજૂરો અસરગ્રસ્ત થયા છે. આ ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગ દોડતો થઈ ગયો છે. હાલ તમામ અસરગ્રસ્તોને સિવિલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે.
જીઆઈડીસીમાં કેમિકલ ભરેલાં મળતી માહિતી પ્રમાણે, GIDCમાં રાજકમલ ચીકડી પ્લોટ નંબર 362 બહાર પાર્ક કરેલા કેમિકલ ટેન્કરથી 8-10 મીટર દૂર જ તમામ મજૂરો સૂતા હતા. ત્યારે અચાનક જ ટેન્કરની ડ્રેનેજ પાઇપ લીક થતાં ગેસ ફેલાયો હતો, જેને કારણે સૂતેલા મજૂરો અને મિલના કારીગરો પર એની અસર થઈ હતી. હાલ આ તમામ મજૂર સહિત મિલ કારીગરોને આજુબાજુની હોસ્પિટલો અને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે.ત્યારે તેમના પરિવારજનોમાં દુઃખની લાગણી વર્તાય છે. ખરેખર આકસ્મિક રીતે બનેલ આ ઘટનાએ અનેક લોકોના જીવ લઈ લીધા છે. ઈશ્વરને પ્રાર્થના કરીએ કે સારવાર લઈ રહેલા તમામ વ્યક્તિઓ જલ્દી થી સ્વસ્થ થઇ જાય.
આ ઘટના ને લીધે મેડિસિન, સર્જરી, એનેસ્થેસિયા સહિતના સિનિયર ડોક્ટરો અને રેસિડેન્ટ ડોક્ટરો તાત્કાલિક ટ્રોમાં સેન્ટરમાં દોડી આવ્યા હતા.તાત્કાલિક ડે પગે તમામની સારવાર સાથે દાખલ કરાયા છે. ઇન્ચાર્જ સિવિલ સુપરિન્ટેન્ડન્ટ ધ્રુતી પરમાર પણ ટ્રોમાં સેન્ટરમાં દોડી આવ્યાં હતાં. તમામ મજૂરોને યોગ્ય સારવાર મળી રહે એ માટે તમામ સુવિધાઓની વ્યવસ્થા કરી દેવાઈ છે. હાલ પરિસ્થિતિ કાબૂમાં હોય એમ કહી શકાય છે. હાલ દાખલ કરાયેલા દર્દીઓમાં પર ધ્યાન અપાઈ રહ્યું છે. ડોક્ટરો બને એટલું, શક્ય હશે એ કરીને હવે કોઈ મૃત્યુ ન થાય એની કામગીરીમાં જોડાયા છે.
આ ઘટના લગભગ સવા ચાર વાગ્યાની હતી. પ્રથમ કોલ સચિન લોકેશનની એમ્બ્યુલન્સને મળ્યો હતો. ત્યાર બાદ ઘટનાસ્થળે અનેક દર્દીઓ ગૂંગળાયેલી હાલતમાં હોવાની લગભગ વિવિધ લોકેશનની 10 એમ્બ્યુલન્સને મોકલવામાં આવી હતી. ઓછામાં ઓછા 29 અસરગ્રસ્ત દર્દીઓને ઓક્સિજન સહિતની સારવાર સાથે સિવિલ લઈ જવાયા હત. 20 દર્દીને સારવાર માટે એમ્બ્યુલન્સ મારફત લાવવામાં આવ્ય,. જેમાંથી 5 દર્દીનાં મોત નીપજ્યાં હતાં, જ્યારે અન્ય દર્દીઓને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. હાલ આ તમામ દર્દીઓમાંથી કેટલાકની હાલત સારી છે તો કેટલાક દર્દીઓની હાલત ગંભીર છે.’