સુરત : ૫ વર્ષનો બાળક એવી વસ્તુ ગળી ગયો કે, મોતના મુખમાં ધકેલાઈ ગ્યો પણ ડોકટરે કર્યો આવો કમાલ…
હાલમાં જ વાલીઓ માટે એક લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે, આ બનાવ દરેક વાલીઓ માટે ખુબ જ ચેતવણી સમાન છે. તમને જાણીને આશ્ચય થશે કે, માત્ર 5વર્ષના બાળકનો જીવ એવા કારણે જોખમમાં મુકાઈ ગયો કે ઘટના અંગે જાણીને તમારું પણ કાળજું કંપી ઉઠશે. આપણે જાણીએ છે કે અનેક વાર નાના બાળકોને લઇને ચોંકાવનાર કિસ્સાઓ સામે આવતા હોય છે.
હાલમાં જ સુરત શહેરમાં માત્ર 5 વર્ષના બાળકે રમતા રમતા સ્ક્રુ ગળી ગયો હતો. આ બનાવ અંગે વીટીવીન અહેવાલ પ્રમાણે જાણવા મળ્યું હતું કે, નવાપુરના કંરજાળી ગામના રહેવાસી સાજન ગાવીતનો 5 વર્ષીય પુત્ર ચહલ એ સ્ક્રુ ગળી ગયો હતો. આ કારણે બાળકને તાત્કાલિક જ ઉલ્ટી શરૂ થઇ ગઈ હતી.
બાળકને તાત્કાલિક હોસ્પિટલમાં એડમિટ કરતા જાણવા મળ્યું હતું કે, સ્ક્રુ ફેફસામાં ડાબી બાજુએ શ્વાસનળીમાં ફરાયો હતો. આ કારણે તાત્કાલિક જ બાળકને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરી ડોક્ટરને ઘટના અંગે જાણ કરી હતી. ચહલને શ્વાસમાં તકલીફ થઈ રહી હતી. જેથી માતા-પિતાની પણ ખૂબ જ ચિંતામાં મુકાઈ ગયા હતા અને ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યા હતા.
સિવિલ હોસ્પિટલના નિષ્ણાત ડોક્ટર દ્વારા બ્રોન્કોસ્કોપી દ્વારા બાળકના શરીરમાંથી સ્ક્રુ બહાર કાઢવામાં આવ્યો હતો અને અને બાળકનો જીવ બચી ગયો. આવા અનેક બનાવો સામે આવે છે, જેમાં સિવિલ હોસ્પિટલમાં બાળકોના જીવ બચાવવાના કિસ્સાઓ બન્યા છે. તાત્કાલિક સારવાર મળતા જ આધુનિક ટેક્નોલોજી અને ડોક્ટરની ટિમ દ્વારા બાળકોનો જીવ બચી જાય છે.
આ ઘટના પરથી એ જાણવું જોઈએ કે તમારા બાળકોનું ખાસ ધ્યાન રાખો તેમજ તેમને ક્યારેય એકલા ન મુકો અને કોઈપણ વસ્તુઓનું સેવન ન કરે તે અંગે તેમને સમજણ આપો જેથી તેમનો જીવ જોખમમાંન મુકાઈ જાય.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.