સુરત: હૃદય કંપાવનારી ઘટના, પોતાના પુત્ર નુ મોત નિપજાવ્યા બાદ પોતે પણ…
સુરત જીલ્લા મા હૃદય કંપાવનારી ઘટના સામે આવી છે. જેમાં એક મહિલા એ પોતાના માસુમ પુત્ર નુ મોત નિપજાવ્યા બાદ પોતે પણ આત્મ હત્યા કરી લેતા ચકચાર મચી જવા પામ્યો હતો. સુરત શહેર ના કડોદરા નજીક શ્રી નિવાસ ગ્રીન સીટી પાસે આ ઘટના બની હતી.
જાણવા મળતી વિગતો અનુસાર સુરત જીલ્લા મા પલસાણા તાલુકાના કડોદરા નજીક શ્રી નિવાસ ગ્રીન સીટી માં પરિણીતાએ કોઈ અગમ્ય કારણો સર આત્મહત્યા કરી હતી. પરીણીતા એ આઘાત કરતા પહેલા પોતાના બાળક ને મોત ને ઘાટ ઉતારી દીધો હતો અને પોતાનીપણ કરી નણંદ ને ફોન કરી આ બાબત ની જાણ કરી હતી ત્યાર બાદ પોતે બિલ્ડીંગની છત પરથી છલાંગ લગાવી પણ આત્મહત્યા કરી લીધી હતી.
કડોદરામાં શ્રી નિવાસ ગ્રીન સીટી જ્યાં રૂમ નંબર 204માં આ ઘટના બનવા પામી હતી. બે સંતાનની માતા એવી વનિતા મહેશ પાંડે પરિવાર સાથે અહીં રહેતી હતી. જયા વનિતા એ 2 વર્ષ ના બાળક ક્રિષ્ના નુ મૃત્યુ નિપજાવ્યા બાદ પોતે પણ બિલ્ડીંગ ના છત પર થી છલાંગ લગાવી જીવન ટુકાવ્યું હતુ જયારે અન્ય ચાર વર્ષ નો બાળક દાદા સાથે અન્ય રુમ મા હોવાથી તે બચી જવા પામ્યો હતો.
આ ઉપરાંત વનિતાને 6 માસનો ગર્ભ પણ હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી હતી. આત્મહત્યા કરી લેતા ગર્ભમાં રહેલ 6 માસના ભ્રુણનું પણ મોત થયું હતું. સમગ્ર મામલે કડોદરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જોકે બાળક સાથે માતાએ હત્યા તેમજ આત્મહત્યા ને અંજામ આપતા સમગ્ર પંથકમાં ચકચાર મચી છે.