ગુજરાત ના આ શહેરે ગટરના પાણી માથી 500 કરોડ ની કમાણી કરી ! સમગ્ર અહેવાલ વાંચિ વિચાર મા પડી જશો…
આપણે સૌ કોઈ જાણીએ છે કે, સુરત શહેર એટલે ડાયમંડ સીટી આજે આપણે સુરત શહેર સાથે જોડાયેલી એવી વાત જાણીશું જે તમને પણ ખ્યાલ નહિ હોય. સૂરત શહેર ગટરના પાણીમાંથી સોનું પેદા કરી રહ્યું છે અને 500 કરોડની કમાણી કરી લીધી. તમને વિચાર આવશે કે આવું કઈ રીતે થયું તેના વિશે અમે આપને સપૂર્ણ માહીતી જણાવીએ.
સુરત મહાનગરપાલિકા દ્વારા હવે ગટરના પાણીને ટ્રીટ કરીને ઔદ્યોગિક ગૃહોમાં ઉપયોગમાં લેવાની વ્યવસ્થા કરવામા આવેલી છે. કોર્પોરેશન દ્વારા પાણી શુદ્ધિકરણ (સુએઝ વોટર ટ્રીટમેન્ટ) માટે 165 કરોડની બચત થઇ રહી છે .
સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં ડ્રેનેચનું પાણી આવે છે.તેને પહેલા પ્રાયમરી લેવલે અને બીજા લેવલે ટ્રીટ કરવામાં આવે છે.તેના પછી તેને છોડવામાં આવે છે. આજે સુરત શહેર .આખા દેશમાં રોલમોડલ તરીકે કામ કરી રહ્યા છે.
સુરત મહાનગર પાલિકા ટોટલ કેપેસીટીનું ૧૧૫ એમએલડી પાણી પાંડેસરા અને સચિન જે ઉદ્યોગો છે તેને પાણી આપી રહ્યાં છીએ.તેમાંથી ૧૪૦ કરોડ જેટલી રકમ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનને થાય છે.
કોર્પોરેશનને પ્રથમ વખત ગટરના પાણીથી આવક થઈ રહી છે. પીપીપીના આધારે બગીચા પણ તૈયાર કરવામાં આવી રહ્યા છે. જેના કારણે કોર્પોરેશનને સારી આવક પણ થાય છે.30 એમએલડી ગંદુ પાણી રોજ સપ્લાય કરવામાં આવે છે તેમહ સૂચિત સાઈટ સુધી પાઈપલાઈન સહિતનું નેટવર્ક મનપા દ્વારા નાંખવામાં આવશે
અને આ અંગેનો તમામ ખર્ચ મનપા દ્વારા ચુકવવામાં આવે છે. સૌથી મહત્વની બાબત છે કે અત્યારસુધી રાજ્યની કોઈપણ મનપા દ્વારા ગંદુ પાણી વેચીને આવક ઉભી કરી નથી અને સુરત 500 કરોડની કમાણી કરી રહ્યું છે.
આ સિવાય ખાસ વાત એ છે કે, ગટરના પાણીને આવી રીતે સદઉપયોગ ભાગ્યે જ કોઈ શહેર કર્યો હશે. આ પ્લાન્ટ દ્વારા દરેક કંપનીઓને પાણી તો મળી રહ્યું છે પણ સાથો સાથ કમાણી કરી રહ્યું છે, આજે સુરત શહેર પોતાની સ્માર્ટ સીટી હોવાની વાત ને સાબિત કરાવી છે. આજે સુરત મહાનગર પાલિકા આ જ કમાણી દ્વારા શહેરનો વિકાસ પણ કરી રહી છે તેંમજ સ્વચ્છતામાં પણ સુરત શહેર મોખરે છે.