Gujarat

સુરત ના લોકો પણ નહી જાણતા હોય કે આવી વસ્તુ ઓ પણ સુરત મા બને છે…

ગુજરાતમાં અનેક શહેરો આવેલા છે પણ સુરત શહેર ખૂબ જ ખાસ છે. તમને જાણીને નવાઈ લાગશે કે સુરત શહેર ગુજરાતનું આર્થિક રીતે સધ્ધર ગણાતું શહેર છે.આજે અમે આપને જણાવીશું કે સુરત શહેરમાં એવી તે કંઈ કંઈ વસ્તુઓનું ઉત્પાદન થાય છે. આ વાત થી આપ સૌ કોઈ તો અજાણ હશો. ચાલો હવે અમે આપને લઈ જઈએ સુરત શહેરની સમીપે અને સુરત શહેર વિશની જાણી અજાણી વાતો માણીશું. ખરેખર એ વાત તો સત્ય છે કે સુરતનાનાં લોકો ખૂબ જ આગળ વધી રહ્યા છે. ચાલો અમે આપને જણાવી આ ફિલ્મ વિશે.

સુરતમાં વેપાર માટે એટલું કહી શકાય કે, સુરત શરીર છે, તો વેપાર તેનું દિલ છે. આ દિલ વગર સુરત ધબકતું નથી. સુરતના નસેનસમાં બે જ ધંધા દોડ છે. એક હીરા અને બીજો ટેક્સટાઈલ. એક સમયે અમદાવાદને ભારતનું માન્ચેસ્ટર કહેવામાં આવતું હતું. પરંતુ આજે સુરત ટેક્સટાઈલમાં આગળ નીકળી ગયું છે. ટેક્સટાઈલમાં દેશવિદેશમાં સુરતે પોતાનું નામ ચમકાવી દીધું છે. એક સમયે સુરત માત્ર સાડીઓ માટે ફેમસ હતું, આજે સુરતમાં કાપડની દરેક વસ્તુઓ જથ્થાબંધ ભાવે ખરીદી શકાય છે.

વિશ્વમાં મળતા 10માંથી 8 હીરાનું કટિંગ અને પોલિશિંગ સુરતમાં જ થાય છે. હીરા ઉદ્યોગને કારણે બારતને વાર્ષિક નિકાસમાં અંદાજે 10 બિલિયન ડોલરનું બુસ્ટર મલે છે. સુરતીએ ઈસ્ટ આફ્રિકાથી ડાયમંડ કટર લાવીને સુરતમાં હીરા ઉદ્યોગનો પાયો નાંખ્યો હતો. બસ ત્યારથી આફ્રિકાની ખાણમાંથી કાઢેલા ઘસાયા વિનાના હીરા સુરતમાં આવ્યા વિના રહેતા નથી. અહીં ચળકાટ મારતા હીરા તૈયાર થાય, એટલે તે એન્ટવર્પ, બેલ્જિયમ જેવા ઈન્ટરનેશનલ હીરા માર્કેટમાં પહોંચે છે.

દક્ષિણ ગુજરાતનું પાટનગર ગણાતું સુરત સમગ્ર ગુજરાતનું બિઝનેસ પાવર હાઉસ તરીકેનો દરજ્જો પણ ભોગવે છે. મનમોજીલા અને લહેરીલાલા ગણાતા મૂળ સુરતીઓ કરતાં પણ હવે અહીં બહારથી આવી વસેલાં લોકોએ સુરતને ભાતીગળ અને વૈવિધ્યપૂર્ણ મિજાજ બક્ષ્યો છે. ડાયમંડ, જરીઉદ્યોગ, પેકેજિંગ, એપરલ્સ, ડાઈંગ અને પાવરલૂમ બિઝનેસમાં સુરત દેશભરમાં અવ્વલ મનાય છે. સુરતમાં ખાસ કરીને મેંગો પલ્પ અને ટોમોટો પલ્પ નું ઉત્તપાદન કરીને એક્સપોર્ટ કરવામાં આવે છે.

આ સિવાય સુરતમાં સૌથી વધારે કાપડનું ઉત્તપાદન થાય છે, જેમાં મોટે ભાગે ખાસ કરીને સાડીઓ અને કાચા માલનું ઉત્પાદન થાય છે.ભારતીય જવાનોની મોટે ભાગની વસ્તુઓ સુરતમાં જ બંને છે. સૂઝ થી લઈને ડ્રેસકોડ અને ટોપો તેમજ હથિયારો બને છે. ત્યારે ખરેખર સૂરત શહેર ખૂબ જ પ્રચલીત છે. સુરતમાં અનેકગણું ઉત્પાદન થાય છે, જેમાં ડાયમંડ વધુ વખાણય છે. ખાસ કરીને પ્લાસ્ટિકનું પણ ઘણું ઉત્પાદન થાય છે. ખરા અર્થે સુરત ડાયમંડ સીટી તરીકે ખૂબ જ વખાણય ગયું છે. સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!