આજથી 70 વર્ષ પહેલાં આવી એક ભૂલના લીધે સુરતવાસીને મળી સ્વાદિષ્ટ લોચાની ભેટ! જાણો કઈ રીતે લોચો સુરતની ઓળખ બની…
સુરત ગુજરાતનું સૌથી પ્રખ્યાત શહેર છે. સુરતવાસી ખાસ કરીને પોતાની રહેણીકહેણીથી વધુ પ્રખ્યાત છે. આમ પણ કહેવાય છે ને કે, સુરતનું જમણ અને કાશીનું મરણ. સુરત આવો એટલે અહીંયા સુરતી ખમણ અને લોચો એટલો જ પ્રખ્યાત છે. તમને ક્યારેય વિચાર આવ્યો કે સુરતનો લોચો કંઈ રીતે બન્યો? આજે અમે આપને જણાવીએ કે આખરે આ સુરતી લોચો આટલો લોકપ્રિય કેમ બની ગયો.
આપત્તિને અવસરમાં બદલે એ આપણે ગુજરાતીઓ. લોચાનો જન્મ પણ કંઈક આવી આપત્તિ માંથી જ થયો અને આજે લોકોને જીભે લોકપ્રિય બની ગયો. આજથી 70 વર્ષ પહેલાની વાત છે.ખમણની દુકાનમાં ખમણ લેવા આવતા ગ્રાહકોને સાચવવા હતા. ઉતાવળમાં કારીગરે ખમણ બનાવતા ખીરુંમાં વધુ પાણી નાંખી દીધું. બસ પછી તો એ કારીગરે શેઠને કહ્યું કે મારાથી કામમાં લોચો પડી ગયો છે. બાદમાં ગરમા ગરમ કાચુ પાકુ ખીરું આપી દીધું. જો કે આ લોચો ગ્રાહકોને એટલો બધો ભાવી ગયો કે તેનો સ્વાદ દાઢે વળગી ગયો.
ખમણનું આ કાચુ-પાકુ બાફેલું ખીરું લોકોને એટલું ભાવ્યું કે, બજારમાં લોચોના નામે પ્રખ્યાત થયું. આ લોચો આજે સુરતીઓનો રોજિંદો નાસ્તો બની ગયો છે. બહારથી સેલિબ્રિટી આવે કે મહેમાન.. જેના ઘરે પરોણા થાય ત્યાં સૌથી પહેલો નાસ્તો જ લોચો માગે. લોચો સુરતની ઓળખ બની ગયો છે.
આજે આપણે સુરતના પ્રખ્યાત જાની લોચો હાઉસ ની શરૂઆત 2008 માં શરૂઆત કરી હતી. જોકે આજે લોચો લોકોની પહેલી પસંદ બન્યો છે. રોજના 50થી 60 કિલો ખીરાનો લોચો બનાવવામા આવે છે. કુદરતી સ્વાદ જાળવી રાખવા સાથે જાની લોચોમાં અલગ અલગ 20થી 25 જાતની વેરાયટીના લોચો પણ મળી રહે છે. જો કે તેલ, બટર અને ચીઝ ત્રણ વેરાઇટીથી લોકોના સ્વાદના બાદશાહ તરીકે ઓળખાય છ
મોસમ પ્રમાણે લોચો ખાવાની વધારે મજા આવે છે.ખાસ વાદળછાયું વાતાવરણ હોય કે વરસાદી મોસમ હોય ત્યારે ગરમાગરમ લોચો ખાવાની ખૂબ મજા આવે છે તો શિયાળાની ઠંડીમાં પણ ગરમાગરમ લોચો શરીરમાં ગરમાવો પેદા કરી દે છે. જ્યારે ઉનાળામાં પણ લોચો ખાવાની મજા આવતી હોય છે. સુરતના જાની લોચએ અનેક સેલિબ્રેટીઓ પણ આવી ચૂકી છે. તમે પણ સૂરત આવો તો એકવાર અચૂક આવજો.