Gujarat

સુરતના ગ્રામ્ય તલાટી નીતા પટેલએ લાંચ લેવા નવો પેતરો અપનાવ્યો પણ સુરત ACB એવું છટકું ગોઠવ્યું કે, રંગે હાથ પકડાઇ…

આજના સમયમાં સરકારી નોકરી કરનાર પટ્ટાવાળાથી લઈને ઉચ્ચ પદ પર રહેનાર લોકો પણ લાંચ લેતા હોય છે, ત્યારે હાલમાં જ સુરત શહેરમાં લાંચ લેવાનો એક નવો કીમિયો ઝડપાયો છે. સુરતનાં મહિલા તલાટીએ લાંચ લેવાની નવી મોડેસ ઓપરેન્ડી અપનાવી. ચાલો અમે આપને સંપૂર્ણ વિગતો જણાવીએ. હાલમાં જ મીડિયા દ્વારા જાણવા મળ્યું છે કે, નર્મદા જિલ્લાના નરખડી ગ્રામ પંચાયતની મહિલા તલાટી નીતા પટેલને જમીન માલિક પાસે રૂપિયા એક લાખની લાંચ લેવા બાબતે ઝડપવામાં આવ્યા.

તમને જાણીને આશ્ચય થશે કે, મહિલાએ લાંચ એવા  નવી જ તરકીબ અપનાવી હતી.સીધી રીતે તેઓ લાંચ સ્વીકારવામાં પકડાઈ જશે તેવા ડરથી અવનવા પેંતરાઓ અપનાવી રહ્યા છે. સુરત ACBની ટીમે પકડી પાડ્યા. વાત જાણે એમ છે કે,નીતા પટેલ દ્વારા રૂપિયા એક લાખની લાંચ જમીન માલિક પાસે ખેતરમાં વીજ મીટર કનેક્શન અને ઘર નંબર મેળવવા માટે માંગવામાં આવી હતી. તલાટી નીતા પટેલે લાંચની રકમને હાથોહાથ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. આ કાર્યવાહી આગળ વધારવા માટે નરખડી ગ્રામ પંચાયતના તલાટી નીતા પટેલ દ્વારા જમીન માલિક પાસે રૂ 1 લાખની લાંચ માંગવામાં આવી હતી.

આ લાંચ જમીન માલિક પાસે આંગડિયા વડે ગાંધીનગર ખાતે રહેતા મહેશભાઈ આહજોલિયા નામના વ્યક્તિને મોકલવા માટે જણાવ્યું હતું. જોકે, જમીન માલિક લાંચની રકમ આપવા ન માંગતા હોવાથી તેમણે સુરત ACBની ટીમનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી. કદાચ અત્યાર સુધીના લાંચમાં કિસ્સાઓમાં આંગડિયા મારફતે ત્રાહિત વ્યક્તિ સુધી લાંચની રકમ પહોંચાડવાનો આ ગુજરાતમાં પ્રથમ કિસ્સો સામે આવ્યો હોવાનું માનવામાં આવે છે.

આ લાંચની માંગેલી રકમ આંગડિયા મારફતે ગાંધીનગરમાં રહેતા ત્રાહિત ખાનગી વ્યક્તિ મહેશ અમૃતભાઈ આહજોલિયાને આપવા જણાવ્યું હતું,  જમીન માલિકની ફરિયાદ મુજબ ACBએ ગાંધીનગર આંગડિયા ખાતેથી લંચની રકમ સ્વીકારનાર મહેશ આહજોલિયાને રંગે હાથ ઝડપી પાડ્યો હતો. બાદમાં તેના આધારે નર્મદા જિલ્લાની મહિલા તલાટીની લાંચ માંગવાની સમગ્ર ચેઇનનો પર્દાફાશ કરીને ACBએ મહિલા સરકારી અધિકારી સહિત ખાનગી વ્યક્તિની એક લાખની લાંચ માંગવાના અને સ્વીકારવાના ગુનામાં ધરપકડ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!