Gujarat

સુરતમા રત્ન કલાકારના મોતના 56 દિવસ બાદ નવો વળાંક આવ્યો બે વ્યક્તિ વિરુદ્ધ ગુનો નોંધયો.! જુઓ મોત નો લાઈવ ધૃજાવી દે તેવો વિડીઓ

સૂરત શહેરમાં દિવસેને દિવસે એવા બનાવો બને છે કે, આપણે કલ્પના ન કરી શકીએ. ખાસ કરીને સુરત શહેરમાં આત્મહત્યાના બનાવો દિવસેને દિવસે વધી રહ્યાં છે, ત્યારે હાલમાં જ સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે જાણીને તમે પણ ચોંકી જશો. સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, સુરતના કાપોદ્રા સ્થિત યોગી જેમ્સના ત્રીજા માળેથી કૂદકો મારી રત્નકલાકારએ પોતાનું જીવન ટુકાવી લીધુંહતું. રત્નાકલાકારે આત્મા હત્યા એવા કારણે કરી કે, જાણીને તમારું હૈયું કંપી જશે.

આ બનાવ અંગે ચોંકાવનારી વાત સામે આવી છે કે,બનાવ અંગે સીસીટીવી ફુટેજમાં ખુલાસો થતાં આ ઘટનાના અઢી મહિના બાદ કારખાનાના માલિક અને બે મેનેજર વિરુદ્ધ આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો નોંધ્યો છે, આ કેસમાં પોલીસે સતત બે મહિના સુધી યોગી જેમ્સના માલિક જીગ્નેશ અને બંને મેનેજરોને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. મેં અનેક વાર રજૂઆત કરી છતાં તેઓએ માત્ર અકસ્માત મોતનો ગુનો જ નોંધી તપાસ કરતા હતા. આગળની કોઈ જ તપાસ કરતા ન હતા. આખરે પરિવારજનોએ જાતે તપાસ શરૂ કરી કોર્ટમાં અરજી કરી હતી.

મૃતકના ભાઈએ કંપનીના માલિક અને બે મેનેજર સામેએફઆઇઆર દાખલ કરવા માટે પ્રયાસ કર્યો પરંતુ પોલીસે ફાયર નોંધતી ન હતી.તમામે એફઆઈઆર દાખલ થતા પહેલા જ આ કેસના આગોતરા જામીન મુક્યા હતા. આ કેસમાં પોલીસનું કામ મૃતકના ભાઈ કિરણભાઈએ કર્યું હતું. હાર્દિકભાઈના આપઘાત ને કાપોદ્રાપોલીસે આ નોર્મલ મારામારી ગણાવીને ફરિયાદ ન સ્વીકારી. કિરણભાઈએ પોલીસ કમિશનરને ખાતાના સીસીટીવી ચેક કરાવવા માટેની માંગણી કરતા કાપોદ્રા પોલીસે ખાતાના સીસીટીવી ફૂટેજ મંગાવી કિરણભાઈને પોલીસ સ્ટેશનમાં બેસીને જ ચેક કરવાની પરમિશન આપી હતી.

સતત છ દિવસમાં કુલ 26 કલાક પોલીસ સ્ટેશનમાં બેસી તમામ સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા.જ્યાં પણ ગંભીર દેખાતું હોય તેવી સેકન્ડોની નોંધ કરી 60 પાનાની નોટ તૈયાર કરી હતી. આ નોટ કાપોદ્રા પીઆઇ ચૌધરીને આપી હતી અને ફરિયાદ દાખલ કરવા કહ્યું હતું. ત્યારે પણ પીઆઈએ અમે ચેક કરીશું અને જો ગંભીર લાગશે તો જ ફરિયાદ દાખલ કરીશું કહી ઘરે મોકલી દીધા હતા.

ઘરે પહોંચતા કિરણભાઈને જાણ થઈ હતી કે કારખાનામાં હાર્દિકભાઈની ઉપર ચોરીનો આળ મૂકી પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, હીરાની ચોરી બાબતે કારખાનાના માલિક જિજ્ઞેશભાઇ રવજીભાઇ ચલોડીયા તથા બીજા બે મેનેજરોએ અન્ય કારીગરોની હાજરીમાં હાર્દિકભાઈના કપડાં કઢાવી તેમની આબરૂને લાંછન લગાડયું હતું.

તેમજ તેમનું ડેબીટ કાર્ડ તેમજ પીન નંબર મેળવી દબાણ કરી કોરા કાગળ ઉપર કંઇક લખાણ કરાવી માર મારતા તે આઘાતમાં તેમણે કારખાનાના ત્રીજા માળેથી કારીગરોની નજર બહાર બારીમાંથી કુદકો મારી આત્મહત્યા કરી હતી. મૃતકના ભાઈએ તમામ પૂરાવા જજ સમક્ષ મુકયા હતા જેથી જજે પીઆઈને રૂબરૂ બોલાવીને આરોપી સામે યોગ્ય કાર્યવાહી કરવાનું કહેતાં આખરે ગુન્હો નોંધાયો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!