Gujarat

સુરત મા મહિલા ના ગળા માથી લુટારુ ચેન ખેંચી ભાગ્યો અને પછી પાછો આવી મહિલા સાથે જે કર્યુ જોઈ ચોકી જશો…જુઓ વિડીઓ..

સુરતમાં ધોળે દિવસે એક ચોંકાવનારી ઘટના બની છે. ચેઇન-સ્નેચરોનો આતંક વધી રહ્યો છે. રાંદેરના તારવાડી વિસ્તારમાં 58 વર્ષીય વૃદ્ધ મહિલાને તો ચેઇન-સ્નેચરોએ માર મારી રોડ પર પછાડીને ગળામાંથી 45,000ની ચેઇન ઝૂંટવી ફરાર થઈ ગયાની ઘટના સામે આવી છે.આ ઘટના  સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે,. જેમાં-ચેઇન સ્નેચરનો ક્રૂર આતંક દેખાઈ આવ્યો છે. રાંદેર પોલીસે સીસીટીવીના આધારે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

તાડવાડી પાસે રહેતાં 58 વર્ષીય નીતાબહેન મકવાણા તાડવાડી સંગના સોસાયટીમાંથી પસાર થઇ રહ્યાં હતાં. બાઈકસવાર બે ઈસમ મોઢે માસ્ક પહેરીને આવ્યા હતા. સોસાયટીમાં સૂમસામ રસ્તો જોઈ ત્યાંથી પસાર થઈ રહેલાં વૃદ્ધાના ગળામાં પહેરેલી 45 હજારની સોનાની ચેઇન શખસ ઝૂંટવી ફરાર થઈ ગયા હતા. ત્યાર બાદ લોકો ભેગા થઈ જતાં ઘટના અંગે રાંદેર પોલીસને જાણ કરી હતી. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

વૃદ્ધ મહિલાના ગળામાંથી ચેઈન હાથમાં ન આવતાં મહિલાને માર મારી હતી. ભોગ બનનારી મહિલા નીતાબેન મકવાણાએ જણાવ્યું હતું કે હું મારા ઘરે ચાલતી ચાલતી આવતી હતી.  બે જણા ક્યાંક કોઈકને શોધતા હોય એવું લાગી રહ્યું હતું. મને લાગ્યું કોઈકનું ઘર શોધતા હશે, પરંતુ અચાનક જ થોડીવારમાં તેઓ મારી સામે આવી ગયા અને મારા ગળા પર સીધો હાથ નાખીને મારી ચેઈન ઝૂંટવાનો પ્રયાસ કર્યો.

મહિલાના ગળામાંથી ચેઈન કાપવા માંડ્યો હતો. ત્યારે મેં તેનો પ્રતિકાર કર્યો હતો, જેથી સ્નેચરોએ મને માર મારી હતી, ઝપાઝપી કરી હતી. ત્યાર બાદ ધક્કો મારી નીચે પાડી દીધી હતી.જેથી તેમને ઘૂંટણમાં અને હાથમાં વાગ્યું હતું, જેથી ઊભી થઈ શકી નહીં અને મારા ગળામાંથી ચેઈન લૂંટી બંને જણા બાઈક પર ભાગી ગયા હતા.

ભોગ બનનારી વૃદ્ધ મહિલા નીતાબહેન મકવાણાએ વધુમાં જણાવ્યું હતું કે બંને લૂંટારાએ મને રોડ પર પછાડી, ઘસડી માર મારીને ચેઇન લૂંટી જતાં મને હાથની હથેળીમાં અને પગના ઘૂંટણમાં ખૂબ જ વાગ્યું હતું.આજુબાજુથી તમામ લોકો દોડી આવ્યા હતા. જોકે આ બધા આવે એ પહેલાં ગળામાંથી ચેઈન ઝૂંટવીને બંને જણા બાઈક પર ભાગી ગયા હતા.રાંદેર વિસ્તારમાં બનેલી વૃદ્ધ મહિલાના ગળામાંથી ચેઈન-સ્નેચિંગની ઘટના સોસાયટીના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. આ સીસીટીવીમાં ચેઈન-સ્નેચરોનો ક્રૂર આતંક જોવા મળ્યો હતો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!