સુરત : પોલીસ બનવા નુ સપનું પુરુ ન થઈ શક્યુ તો નકલી PSI બની ગયો આ યુવાન ! બસ એક નાની એવી ભુલ ના કારણે પકડાયો…
સમયની સાથે બધું બદલાઈ જાય છે, લોકો પોતાના સપના પુરા કરવા માટે અથાગ પ્રયત્નો કરતા હોય છે પરંતુ કહેવાય છે ને ક્યારેક સપનાઓ અધૂરા રહી જતા હોય છે. અનેક યુવાનો પોલીસમાં નોકરી કરવા ઇચ્છતા હોય છે પરંતુ કોઈ કરણોસર પોલીસ બનાવનું સપનું તૂટી જાય ત્યારે હતાશ થઈ જતા હોય છે. પણ સુરતમાંથી એક એવો કેસ સામે આવ્યો છે.
આ બનાવ અંગે જાણીને તમે પણ ચકરાવે ચઢી જશો. યુવક પોલીસ બનવા માગતો હતો પણ ઓછા ભણતરના કારણે તે બની શક્યો નહીં. જેથી તે પીએસઆઈનો યુનિફોર્મ પહેરીને ફરતો હતો. સૌથી ખાસ વાત એ છે કે, ઘરના લોકો અને મહોલ્લા તથા સંબંધીઓને એવું કહ્યું હતું કે તેની નોકરી લાગી છે. આવું કહીને દોઢ મહિના સુધી તે ઘરેથી રોજ યુનિફોર્મ પહેરીને નોકરી જવાનું કહી નીકળતો હતો.
. યુવકને આ રીતે નકલી પોલીસ બનવું ભારે પડી ગયુ અને હાલ હવે તે જેલના સળિયા ગણી રહ્યો છે. પોતાની એક જ ભૂલના કારણે આ યુવાન પકડાઈ ગયો. કહેવાય છે ને કે પાપનો ઘડો ભરાઈ જાય ત્યારે આપમેળે બધું સામે આવી જાય છે.સલાબતપુરા પોલીસ સ્ટેશનના ઈન્સપેક્ટર બી.આર. રબારી માનદરવાજા સોમાલાઈ હનુમાન મંદિર પાસે પેટ્રલિંગ કરી રહ્યા હતા.
આ સમયે તેમની નજર મોપેડ પાર્ક કરીને સબ ઈન્સપેક્ટરના યુનિફોર્મ પહેરીને બેસેલા યુવક પર પડી હતી. તેની દાઢી પણ વધી ગઈ હતી અને વાળ પણ લાંબા હતા. જેથી પોલીસને શંકા ગઈ હતી. જ્યારે પોલીસે આ યુવકની પૂછપરછ કરી ત્યારે તેનો ભાંડો ફૂટી ગયો હતો. આ યુવાન ભલે કેટલાય સમયથી બધું જ છુપાઈ રાખ્યું પરંતુ કહેવાય છેને કે માત્ર કપડાં પહેરવાથી તમારી અંદર પોલીસનાં ગુણો નથી આવી જતા પરંતુ તેના માટે પોતાનામાં આવડત હોવી જોઈએ.