Gujarat

સુરતની ધૃજાવી દે તેવી ઘટના ! કૃર માતાએ બાળકીને બિલ્ડીંગ પર થી નીચે ઘા કરી દીધી…જુઓ વિડીઓ

સુરત દિવસેને દિવસે અનેક પ્રકારની ઘટનાઓ સામે આવે છે, ત્યારે હાલમાં હૈયું કંપાવી દે એવી ઘટના સામે આવી છે. હાલમાંજ સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે,સુરતના મગદલ્લા ગામમાં નિષ્ઠુર માં એ પોતાની જ નવજાત બાળકીને જન્મતાની સાથે જ બિલ્ડિંગ પરથી નીચે ફેંકી દીધી, જેના લીધે આ બાળકીનું દુઃખ નિધન થયું છે. આ ઘટના અંગે વધુ વિગતવાર માહિતી જાણીએ કે, આખરે ક્યાં કારણોસર આ મહિલાએ પોતાની જ બાળકીને જીવતી મારી નાંખી. ખરેખર આ મહિલા કેટલી નિર્દય હશે કે તેને પોતાની દીકરીને જ મોતને ઘાટ ઉતારી.

સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, પોતાનું જ પાપ છુપાવવા માટે માંએ આ બાળકીની હત્યાકરી હોવાની આશંકા છે. આ ઘટનામાં બાળકીનો મૃતદેહ મળ્યા બાદ પોલીસે આસપાસના મકાનોના સીસીટીવી (CCTV) ફૂટેજ ચેક કરતાં ચોંકાવનારી હકીકતો સામે આવી હતી આ ઘટના અંગે વિગતવાર માહિતી જાણીએ તો, સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે,

સુરતના ઉમરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મગદલ્લા ખાતે આવેલા પાદર સ્ટ્રીટ મેઇન રોડ પર પંચકુટીર સ્ટ્રીટમાં સોમવારે વહેલી સવારે સાડા છ વાગ્યાના પોલીસને નવજાત બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો. જ્યારે તપાસ કરવામાં આવી ત્યારે જાણ થઇ હતીકે, કોઈ નવજાત બાળકીનો મૃતદેહ અહીં ફેંકી નહોતું ગયું પરંતુ આસપાસની બિલ્ડિંગમાંથી કોઈકે નીચે ફેંક્યું હતું.

મગદલ્લા ખાતે પાદર સ્ટ્રીટ ખાતે રહેતા ખેડૂત બીપીનભાઈ દયાળભાઈ પટેલે પોલીસ કંટ્રોલ રૂમના 100 નંબર ઉપર ફોન કરી પાદર સ્ટ્રીટ મેઇન રોડ પર પંચકુટીર સ્ટ્રીટમાં નવજાત બાળક પડ્યું હોવાની જાણ કરી હતી. ખેડૂત બીપીનભાઈની ફરિયાદ આધારે બાળકીને ત્યજી દેનાર અજાણી સ્ત્રી વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી. સીસીટીવીના આધારે પોલીસે એક સગીરાની અટકાયત કરી હતી અને પૂછપરછમાં સગીરાએ પોતે નવજાત બાળકીને બિલ્ડિંગ પરથી ફેંકી હોવાની કબૂલાત કરી હતી.

રાત્રિના સમયે નવજાત બાળકીની હત્યા કરી હતી, ત્યાર બાદ બિલ્ડિંગ પરથી નીચે ફેંકી દીધી હતી. આ સાથે સગીરાએ એવો ખુલાસો પણ કર્યો હતો કે પ્રેમી સાથેના અનૈતિક સંબંધના લીધે બાળકીનો જન્મ થયો હતો અને આ પાપને છુપાવવા માટે જ આ બાળકીને મોતને ઘાટ ઉતારી હતી. સગીરાએ આપેલ નિવેદન દ્વારા પોલીસે સગીરા અને તેના પ્રેમી સામે ગુનો નોંધી પોલીસે કાર્યવાહી શરૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!