સુરત ના સફાઈ કામદાર ની ઈમાનદારી તો જુવો ! રસ્તા માથી હીરા ના બે પેકેટ મળતા મુળ માલિક ને પરત આપ્યા જ્યારે…
આજે આપણે એક ખૂબ જ સરહાનીય ઘટના વિશે જાણીશું.
સુરત ના સફાઈ કામદાર ની ઈમાનદારી વિશે જાણીને તમે પણ વાહ વાહ કરતા રહેશો. વાત જાણે એમ છે કે, રસ્તા માથી હીરા ના બે પેકેટ મળતા સફાઈ કામદારે જે કર્યું એ ખૂબ જ સરહાનીય હતું. ચાલો આ ઘટના અંગે વધુ વિગતવાર માહિતી જાણીએ કે, આખરે સફાઈ કામદારે હીરાના પકેટને કંઈ રિતે માલિક સુધી પહોચાડ્યું. સફાઈ કામદારને હીરા મળ્યા છતાં તેનાં મનમાં લાલચ ના જાગી.
ખરેખર આજના સમયમાં આવી ઇમાનદારી ભાગ્યે જ જોવા મળે છે. આ કાર્ય બદલ ડાયમન્ડ એસોસિએશન દ્વારા સન્માન પણ કરવામાં આવ્યું હતું. આ ઘટના અંગે વિગતવાર જાણીએ તો, શહેરના કતારગામ વિસ્તારમાં નંદુડોશીની વાડીમાં આવેલા પંચદેવ નામના કારખાનાના પાર્કિંગમાંથી હીરા ભરેલા બે પેકેટ મળ્યા હતા.
આ હીરાના પેકેટ આંગડિયા પેઢી સુધી પહોંચાડતી વખતે પડી ગયા હતા અને આ જ હીરા મળતા સફાઈ કામદાર વિનોદભાઈ સોલંકીએ તાત્કાલિક કારખાનાના માલિક સુધી બન્ને પેકેટ પહોંચાડ્યા હતા. હિરા જોઈને કારખાનાના માલિકને ભારે આશ્ચર્ય થયું હતું. તેમણે વિનોદભાઈની કામગીરી પર ગર્વ કરીને આ ઘટના અંગે સુરત ડાયમન્ડ એસોસિએશનને જાણ કરી હતી.
આ હીરાની ખરાઈ કર્યા બાદ માલુમ પડ્યું કે તે હીરાની કિંમત રૂપિયા એક લાખ જેટલી થતી હતી. સફાઈ કામદાર વિનોદભાઈએ ઘટના અંગે વાત કરીને જણાવ્યું કે, “હું સફાઈ કામ કરતો હતો ત્યારે હીરાના બે પેકેટ મળ્યા હતા, જે મે મારા શેઠ હરેશભાઈને સોંપ્યા હતા.” મને જે મળ્યું હતું તે મેં પરત કર્યું, મારે બીજુ કશું જોઈએ નહીં. આવી ઈમાનદારી જોઈને તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.