સુરતના ડાયમંડના વેપારી વૈભવી જીવન છોડીને પત્ની અને દિકરી સાથે દીક્ષા લેશે ! જાણો વિગતે
સુરત શહેરની વાત જ અનોખી છે, ખરેખર આ કોઈ સામાન્ય વાત નથી કારણ કે, સુરત શહેરમાં જે બંને છે એવું ગુજરાતનાં બીજાં ક્યાંય શહેરમાં નથી બનતું. ખરેખર આ ખૂબ જ સરહાનીય વાત છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે, હાલમાં જ સુરત શહેરમાં સુરતના ડાયમંડના વેપારી વૈભવી જીવન છોડીને પત્ની અને દિકરી સાથે દીક્ષા લેશે ! ખરેખર આ ખૂબ જ ધન્યની ઘડી છે. સુરત સંયમ નગરી તરીકે પણ ઓળખાય છે. અનેક જૈન ધર્મના લોકો દીક્ષા ભૂમિ બનાવી છે.
આજમાં સમયમાં યુવાનો પોતાના મોજ શોખ પૂર્ણ કરવા માટે પોતાનું જીવન પસાર કરે છે, ત્યારે આજના સમયમાંપરિવાર સંસારનું સુખ છોડીને આધ્યાત્મનાં માર્ગે વળી રહ્યા છે. માત્ર વડીલો જ નહીં પરંતુ પોતાના દીકરા-દીકરો પણ નાની ઉંમરમાં દિક્ષા લઇ રહ્યા છે ત્યારે સુરતનો વધુ એક જૈન પરિવાર દિક્ષા લેવા જઇ રહ્યો છે. ખરેખર અઢળક પૈસો અને વૈભવપૂર્ણશાળી જીવન ખૂબ જ મહત્વના છે, ત્યારે આ ભવન ત્યાગી જીવન ખૂબ જ કઠિન છે, એવા કપરા રાહ પર આ પરિવાર જઈ રહ્યો છે.
મૂળ બનાસકાંઠા જિલ્લાના ધાનેરાના અને સુરતમાં રહેતા ડાયમંડના વેપારી નિરવભાઈ વલાણી તેમના પત્ની અને 11 વર્ષની દીકરી સાથે ફેબ્રુઆરીમાં દીક્ષા લેશે. સુરતના વેસુમાં નંદનવન-3માં રહેતા ડાયમંડના વેપારી 44 વર્ષના નિરવભાઈ વેલાણી, તેમના પત્ની સોનલબેન (43 વર્ષ) અને 11 વર્ષની દીકરી વિહા સાથે દીક્ષા લેશે. માતા અને પુત્રી 10મી ફેબ્રુઆરીએ આચાર્ય રશ્મિરત્નસૂરીજીના હસ્તા રજોહરણ ગ્રહણ કરશે, જ્યારે નિરવભાઈ ગુણહંસવિજયજી મ.સા.ના હસ્તે 17મી ફેબ્રુઆરીએ આંધ્ર પ્રદેશના તેનાલી ખાતે રજોહરણ ગ્રહણ કરશે.
મહત્વની વાત એ છે કે, આજથી પાંચ વર્ષ પહેલા નિરવભાઈના પુત્ર કલશે પણ દીક્ષા લીધી હતી. તે સમયે તેની ઉંમર 13 વર્ષ હતી. હાલ તેઓ ક્ષમાશ્રમણવિજયજી મહારાજ તરીકે સાધુ જીવન ગાળી રહ્યા છે. પુત્રના સંયમ વૈભવને જોઈને આખો પરિવાર દીક્ષા લેવા માટે પ્રેરિત થયો. નિરવભાઈના પત્ની સોનલબેન તો લગ્ન પહેલા દીક્ષા લેવા માગતા હતા, પરંતુ તેમ થઈ શક્યું ન હતું. જોકે, હવે દીક્ષા લેવાનો માર્ગ મોકળો થતા તેઓ ખુશ છે.ખરેખર સંયમ માર્ગે જવું કપરું છે પણ જેને પ્રભુમાં પ્રીતિ બંધાય છે એના ભવ ભવન બંધંનોમાંથી મુક્ત થઈ જાય છે.