સુરત નો ચેતવણીરૂપ કીસ્સો ! ત્રણ વર્ષ ની બાળકી ને ચોકલેટ ની લાલચ આપી બાળકી સાથે અડપલા કર્યો, બાળકી માંડ માંડ બચી..
ખરેખર આજના સમયમાં સમાજમાં જ કૃત્ય થઈ રહ્યા છે. ખાસ કરીને સૂરત શહેરમાં અનેક પ્રકારની ઘટનાઓ ઘટતી હોય છે. ત્યારે હાલમાં જ સુરતના પાંડેસરા વિસ્તારમાં રહેતી સાડા ત્રણ વર્ષની બાળકીને ચોકલેટની લાલચ આપી એક યુવક રૂમમાં લઇ ગયો હતો અને તેણીની સાથે શારીરિક અડપલા કર્યા હતા. ખરેખર આ માનવતાનાં નામે શરમજનક ઘટના કહેવાય. આવું દુષ્કર્મ સુરત શહેરમાં થઇ રહ્યું છે એ વાત ખરેખર માન્યમાં આવતી નથી.
વાત જાણે એમ છે કે, આ ઘટનાની પરિવારને ત્યારે જાણ થઈ જ્યારે બાળકી ઘરે આવીને આ વાત પરિવારજનોને કરી હતી જેથી પરિવારજનોએ આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુરતના પાંડેસરા વિસ્તારમાં મૂળ ઓડીશાનો પરિવાર રહે છે. તોએની સાડા ત્રણ વર્ષની દીકરી ઘર પાસે રમી રહી હતી તે દરમ્યાન તેઓના ઘર પાસે રહેતો ઇસમ તેણીને ચોકલેટ આપવાના બહાને રૂમમાં લઇ ગયો હતો.
યુવકે શારીરિક અડપલા કર્યા હતા. બાળકી ગભરાઈ ગયી હતી અને ઘરે આવી ગયી હતી. બાળકીને ગભરાયેલી જોઇને તેણીની માતાએ પૂછપરછ કરી હતી. જેમાં બાળકીએ અંકલ ને મેરે સાથ ગંદા કામ કિયા ઓર કિસી કો બતાના મત. મેં તુજે ચોકલેટ દેતા રહૂંગા તેમ જણાવ્યું હતું. આ વાત સાંભળી બાળકીની માતા ચોકી ઉઠી હતી. આ વિસ્તારમાં રહેતો પ્રસન પ્રધાન નામનો ઇસમને પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડ્યો હતો.
પોલીસે વધુમાં જણાવ્યું હતું કે આરોપી પરિણીત છે. તેનો પરિવાર વતનમાં રહે છે. તેને સંતાનમાં 10 વર્ષનો દીકરી અને 15 વર્ષની દીકરી છે. તે સુરતમાં એકલો રહે છે અને સુરતમાં તે સંચા મશીનમાં કામ કરે છે. બાળકીની શારીરિક ચકાસણી અર્થે સિવિલ હોસ્પિટલમાં પણ ખસેડવામાં આવી છે. હાલ બાળકીને ગાયનેક વોર્ડમાં દાખલ કરી તપાસ અને સારવાર ચાલી રહી છે. ખરેખર આ ઘટના આપણા સમાજ માટે ખૂબ જ શરમજનક બાબત કહેવાય.