Gujarat

સુરતના ઉદ્યોગપતિ ગોવિંદભાઈ ધોળકીયા એ અમરેલી ના દુધાળા ગામ માટે મોટી જાહેરાત કરી ! 300 મકાન ની છત પર 2 કરોડ..

આજે આપણે સુરત શહેરના ગોવિંદ ભાઈ ધોળકિયા એ લીધે સરાહનીય નિર્ણય વિશે વાત કરીશું. આપણે જાણીએ છે કે, તેઓ સુરતના સૌથી પ્રખ્યાત ઉદ્યોગપતિ છે. જેઓ મૂળ અમરેલીના દુધાળા ગામના વતની છે. આજે તેઓ ભલે સુરત શહેરમાં રહે છે પરંતુ પોતાની જન્મભૂમિને નથી ભુલ્યા. આમાં પણ કહેવાય છે કે, માનું ઋણ કેમ ચુકવી શકાય? ગોવિંદ ભાઈ આજે અબજોપતિ બની ગયા હોવા છતાં પણ તેમનો સ્વભાવ ખૂબ જ નિર્મળ અને સરળ છે.

જે ગામમાં તેમનો જન્મ થયો શિક્ષણ મેળવ્યું અને ત્યારબાદ જીવનની શ્રેષ્ઠ કારકિર્દીનું ઘડતર કરવા તેઓ સુરત શહે ગયા અને આજે તેનું પરિણામ આપણી સમક્ષ છે. તેઓ અબજોપતિ બની ગયા પણ પોતાના વતનને ન ભુલ્યા. પોતાના ગામમાં દરેક સુવિધાઓ ઉપલબ્ધ કરાવી અને પોતાના ગામનો ભરપૂર વિકાસ કર્યો અને અનેક સેવા કાર્યો કર્યા છે. ત્યારે હાલમાં જ ફરી એક વખત તેમને ખૂબ જ ઉમદા કાર્ય કર્યું છે.

ગુજરાત સરકારે સૌર ઊર્જાને પ્રોત્સાહન આપી રહ્યા છે અને લોકો પણ અપનાવી રહ્યા છે. ત્યારે ગુજરાત અને દેશનું કદાચ એકમાત્ર ગામ એવુ હશે કે જે સોલારથી સજ્જ હશે. આ સરહાનીય કાર્ય કર્યું છે. સુરતના ઉદ્યોગપતિ ગોવિંદભાઈ ધોળકિયા પોતાનું વતન દુધાળાને સ્વખર્ચે સોલારથી સજ્જ કરશે. હાલમાં દુધાળા ગામમાં 1200ની વસ્તી છે 300 ઘર છે. જે બધા જ ઘરોની છત ઉપર સોલાર પેનલ લગાવવા માટેનો સંકલ્પ કર્યો છે.

આ કાર્ય માટે સર્વે પણ થયો છે અને દરેક ઘરમાં 2 કિલો વોલ્ટથી લઈને 5 કિલો સુધી વપરાશ છે.અંદાજિત 2 કરોડ ખર્ચ થશે આવનારા દિવસોમાં દુધાળા ગામના કોઈ પણ વ્યક્તિને લાઈટબીલ ભરવું ન પડે અથવા તો વધારે વપરાશ કરે તેટલું જ કરવું પડે એવું લાંબાગાળાનું આયોજન કરી ગામ લોકોને ફાયદો થાય તે માટેની યોજના ટૂંક સમયમાં અમલમાં મૂકવા જઇ રહ્યા છે.

ઉદ્યોગપતિ ગોવિંદભાઇ જ્યારે લિવર ટ્રાન્સપ્લાન્ટ કર્યા પછી હ વતનમાં પ્રથમ વખત આવ્યો હોવાથી તેમના પરિવારની એવી ભાવના છે હતી કે, ગામના નાના-મોટા દરેક વ્યક્તિને ઓછામાં ઓછા 5 હજાર રૂપિયાથી લઈને જરૂરિયાત મુજબ આર્થિક સહાય પ્રસાદ રૂપે અર્પણ કરવામાં આવે.બધી જ યોજનાઓ પાછળ લગભગ 6 કરોડથી વધારે ખર્ચ કરવામાં આવશે. ખરેખર આ ઘટના ખૂબ જ સરહાનીય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!