સુરત: પત્નીને પ્રેમી સાથે એવી હાલતમાં જોય ગયો પતિ કે, પત્નીના પ્રેમીને મોતને ઘાટ ઉતારી દીધો….
આજના સમયમાં પ્રેમ પ્રકરણના લીધે દિવસે ને દિવસે આત્મહત્યાઓ અને હત્યાના બનાવો બનાવી રહ્યા છે. આ પ્રકરણમાં અનૈતિક સંબંધોનાં કિસ્સા પણ વધુ જોવા મળે છે. હાલમાં જ એક ખૂબ જ દુઃખ ઘટના બની છે. સુરત શહેરમાં ઘટેલી આ ઘટના ને લીધે સરથાણા વિસ્તારમાં ભયનો માહોલ સર્જાય ગયો છે. આ ઘટના અંગે આપને અમે વધુ માહિતી આપીએ કે આખરે આ બનાવ શું છે.
સૂત્ર દ્વારા મળેલી માહિતી મુજબ જાણવા મળ્યું છે કે, સરથાણામાં વિસ્તારમાં પત્નીને પ્રેમી સાથે કઢંગી હાલતમાં જોઈ પતિએ પ્રેમીની હત્યા કરી નાખી હતી. આ ઘટનાને પગલે પોલીસે મહિલાના પતિ દીનેશ ચૌધરીની ધરપકડ કરી છે. આ ઘટનામાં જાણવા મળ્યું છે કે, આરોપી મૂળ નેપાળનો વતની છે. જયારે મરણજનાર અફરીદી બિહારનો વતની છે. લસકાણા રામદેવ ઈન્ડસ્ટ્રીયઝમાં શીવમ ફેશનના ખાતામાં દીનેશ ચૌધરી પત્ની સાથે રહે છે.
આ ઘટનામાં જાણવા મળ્યું હતું કે, દીનેશની પત્ની અનીતાના નજીકના કારખાનામાં નોકરી કરતા મોહંમદ અફરીદી શેખ સાથે આડાસંબધો હતા. 29મીએ સવારે અનીતા પતિ સાથે સૂતી હતી તે વખતે મોહંમદ અફરીદીએ અનીતાને મેસેજ કરી મળવા માટે ઘર નીચે બોલાવી હતી. આથી અનીતા મળવા માટે નીચે રૂમમાં ગઈ હતી. બીજી તરફ અનીતાનો પતિ જાગી જતા તેણે આજુબાજુ પત્નીને શોધી છતાં મળી ન હતી
બનાવ એવો બન્યો કે, પતિએ નીચે રૂમમાં આવતા પત્ની પ્રેમી સાથે કઢંગી હાલતમાં જોઈ જતા છરીઓના ઘા ઝીકી મોતને ઘાટ ઉતાર્યો હતો.આ ઘટના ખરેખર ખૂબ જ ચોંકાવનાર અને સાવચેતી રૂપ છે. લગ્ન બાદનાં સંબંધો ખરેખર આવું જ પરિણામ લાવે છે, એક સાથે અનેક જિંદગીનો ભોગ લેવાય છે. આ ઘટનામાં પણ એવું જ બન્યું છે. હાલમાં પોલીસે આ ઘટનાને પગલે આગળની