Gujarat

સુરત માટે લાલબત્તી ! માતા પિતાની મરજી વિરુદ્ધ લગ્ન કરવા સુરતના એક જ પોલીસ સ્ટેશનને મળી 390 અરજી….

આજના સમયમાં સંતાનો માતા પિતાનાં કહ્યામાં રહેતા નથી અને સમય જતાં ખૂબ જ દુઃખી પણ થાય છે. ખાસ કરીને આજે અનેક યુવાનો પોતાના જીવનનાં મહત્વના નિર્ણય જાતે જ લઇ લેતા હોય છે, ત્યારે હાલમાં જ એક એવો કિસ્સો સામે આવ્યો છે કે, સુરત શહેરન સરથાણા પોલીસ મથક (ના પીઆઈ એમ કે ગુર્જરે એક ખાનગી કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, સરથાણા પોલીસ મથકમાં જ આવી 390 અરજીઓ આવી છે.

આ દરેક માતાપિતાઓ માટે ચેતવણીરૂપ સમાન છે. ખરેખર આજના સમયમાં સંતાનો પ્રત્યે વધુ સજાગ બવાની આઅને તેમની સાથે સમય વિતાવવાની જરૂર છે. જાણવા મળ્યું હતું કે, સરથાણા પોલીસ સ્ટેશનમાં જ 18 વર્ષ કે તેનાથી વધુ ઉંમરની છોકરીઓ પોતાના માતા-પિતાની મરજી વિરુદ્ધ લગ્ન કરવા ઈચ્છી હોવા અંગેની 390 અરજીઓ મળી છે. 18 વર્ષથી નાની એટલે કે, 13થી 17 વર્ષ સુધીની કિશોરીઓ માતા-પિતાની મરજી વિરુદ્ધ લગ્ન કરવા ઈચ્છતી હોય તેવી 23 અરજીઓ મળી છે.

આ સિવાય પાટીદારોની બહુમતી ધરાવતા કતારગામ, પુણા, અમરોલી, વરાછા અને કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં માતા-પિતાની મરજી વિરુદ્ધ લગ્ન કરવા ઈચ્છતી છોકરીઓની અરજી આવી રહી છે. આ ઘટના અતિ ગંભીર છે જેથી કરીને પોતાના સંતાનોને યોગ્ય જ્ઞાન અને સંસ્કાર આપવા જોઈએ તેમજ માતા-પિતાએ સંતાનો સાથે ઘરસભા કરી સમય પસાર કરવો જોઈએ અને તેમની સાથે મિત્રતા જેવું વર્તન કરવું જોઈએ. મોબાઈલમાં દુરુપયોગ અને કંઈ રીતે યુઝ કરવો જે જણાવવું જરૂરી છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!