માતા પિતાઓ ની ઊંઘ ઉડાડી દે તેવો કીસ્સો ! સુરત મા 17 વર્ષની છોકરી અને 14 વર્ષ નો છોકરો…
આપણે ત્યાં કહેવાય છે ને કે, પ્રેમ આંધળો હોય છે. આ પ્રેમને લઈને સમાજમાં એવા અનેક કિસ્સાઓ બને છે જે ક્યારેક રમુજી તો ક્યારેક ચેતરવણી રૂપ સમાન હોય છે. ત્યારે હાલમાં જે ઘટના ઘટી એ ખૂબ જ ચોંકાવી દેનાર અને ચેતવણી રૂપ સમાન છે. આમ પણ કહેવાય છે ને કે, પ્રેમમાં પાગલ યુગલ લગ્ન કરવા માટે ઘરે થી ભાગીને પરિવાર વિરુદ્ધ જઈને લગ્ન કરી લેતા હોય છે. ત્યારે હાલમાં જ એક ખૂબ જ ચોંકાવનારી કિસ્સો સામે આવ્યો છે.
ખરેખર પ્રેમને લઈને સુરત શહેરમાં અનેક બનાવ બની રહ્યા છે, ત્યારે હાલમાં જ એક અનોખી પ્રેમ કહાની નો કિસ્સો બન્યો છે. અહીંના વરાછા વિસ્તારની એક 17 વર્ષીય તરૂણી તેનાથી ઉંમરમાં 3 વર્ષ નાના 14 વર્ષના કિશોરને ઘરેથી ભગાડી જતાં બંનેના પરિવારજનોમાં દોડધામ મચી ગઈ છે. ખરેખર અત્યાર સુધી યુવક યુવતી ને ભગાડતા જોયા હશે પરતું આવું પહેલીવાર બન્યું કે યુવતીએ એ યુવકને ભગાડ્યો.
આ ઘટના સુરતમાં ચર્ચાનો વિષય બન્યો અને પોલીસ તપાસ કરતા.મળતી માહિતી એવી છે કે સુરતના વરાછા વિસ્તારમાં રહેતા પરિવારની 17 વર્ષીય પુત્રી ગૂમ થઈ ગઈ હતી. શોધખોળ છતાં તે નહીં મળતા પિતાએ પોલીસ મથકમાં અપહરણની ફરિયાદ નોંધાવી હતી. દરમિયાન ગઈ તા. 5મી માર્ચના રોજ તરૂણી જાતે જ ઘરે પરત આવી ગઈ હતી. એકાએક ગાયબ થઈ અને ફરી પાછી ઘરે આવી ગયેલી દીકરીને જોઈ પરિવારજનો ચોંકી ગયા હતા. પરિવારજનો દ્વારા પુત્રીની પૂછપરછ કરવામાં આવી ત્યારે તેણીએ જે કહ્યું એ સાંભળી પરિવારના લોકો ચોકી ગયેલ.
અપહરણની ફરિયાદ દાખલ થયા બાદ તરૂણી ઘરે પરત આવી હોઈ પોલીસ પણ તેનું નિવેદન લેવા પહોંચી હતી ત્યારે તરૂણીએ પોલીસને પણ જે નિવેદન આપ્યું તે સાંભળી પોલીસને પણ પોતાના કાન પર વિશ્વાસ નહીં થયો. આ 17 વર્ષીય તરૂણીએ તેના પરિવારજનો અને પોલીસને કહ્યું કે ફૂટપાથ પર રહેતા 14 વર્ષના કિશોરને પ્રેમજાળમાં ફસાવી તે ભગાડી ગઈ હતી. આ કિશોર સાથે તેણીએ શરીર સંબંધ બાંધ્યો હતો.
કાયદાની દ્રષ્ટિએ તરૂણી અને કિશોરી બંને સગીર વયના છે. આ કેસમાં તરૂણીની ઉંમર સગીર હોય અને તેના પિતાએ અપહરણની ફરિયાદ આપી હોય 14 વર્ષના કિશોર વિરુદ્ધ અપહરણ અને બળાત્કારનો ગુનો દાખલ કરી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તરૂણીનું મેડિકલ ચેકઅપ કરાવવામાં આવ્યું છે. શારીરિક સંબંધ સાબિત થશે તો 14 વર્ષના કિશોર વિરુદ્ધ પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ થઈ શકે છે. ખરેખર આ ઘટના ખૂબ જ શરમજનક અને ચોંકાવી દેનાર છે. આજના સમયમાં સંતાનોનું ધ્યાન રાખવું દરેક માતાપિતાની ફરજ બને છે.