Gujarat

સુરતમાં લોભામણી સ્કીમથી 16 કરોડથી વધુ રૂપિયાની છેતરપિંડી આચરનાર માસ્ટમાઇન્ડ ઝડપાયો

લોભીયા હોય ત્યા ધુતારાઓ ભુખે ના મરે તે કહેવત ઘણી વાર સાચી પડે છે.સુરત ના લોકોને અલગ-અલગ પોન્ઝી સ્કીમમાં લોભામણી સ્કીમો આપી ને 16. 50 કરોડ રુપોયા નો છેતરપિંડી કરનાર કરનાર નો મુખ્ય સુત્રધાર છેલ્લા બે વર્ષ થી નાસતો ફરતો હતો ત્યારે સુરત પોલીસે બાતમીના આધારે આજે તેને ઝડપી પાડી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

જો આ અંગે વિગતે વાત કરીએ તો સુરતના સુદામા ચોક, મોટા વરાછા, અમરોલી ખાતે રહેતો પ્રદિપ પ્રવિણભાઈ તેજાણી સાથે વિજયભાઈ લલ્લુભાઈ તેજાણીએ લકઝુરીયા બિઝનેસ હબ ડુમ્મસ રોડ સુરત ખાતે SPORT11 INFOTECH LTD. નામની કંપની શરૂ કરી હતી અને પોતાની વેબસાઈટ WWW.SPORT11LIVE.COM ની બનાવી હતી. જેમા અલગ અલગ રોકાણકારો ને ફોસલાવી અને લાલચ આપી ને પોન્ઝી સ્કીમ ચલાવતા હતા.

જેમા 1 % લેખે રોજ નુ રીટર્ન આપવાની લોભામણી વાત કરતા હતા. જેમા કુલ 6000 જેટલા લોકો ને આ લોભામણી સ્કીમ આપી ને 16.5 કરોડ રુપીયા નુ રોકાણ કરાવ્યુ હતુ જ્યાર બાદ રોકાણકારો ને 1 % રીટર્ન આપવાનું બંધ કરી ધીધુ હતુ જ્યારે આ અંગે રોકાણકારો ને છેતરાયાનો અનુભવ થતા ભોગ બનનારાઓએ ગાંધીનગર ખાતે આવેલી cid crime સાથે સાઇબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી.

આ ઠગ ટોળકી નો મુખ્ય સુત્રધાર વિજય બીજાણી ને માનવામા આવે છે અને છેલ્લા બે વર્ષ થી પોલીસ થી બચી ને નાસતો ફરતો હતો જ્યારે પોલીસે આ વ્યક્તિ ને પકડી પાડવા અલગ અલગ ટીમો બનાવી સતત વોચ મા હતી જયારે બાતમી ને આધારે વરાછા શિવશંકર પાર્વતી સોસાયટીના નાકેથી આરોપી વિજયભાઈ લલ્લુભાઈ તેજાણી (પટેલ) પોતાના ઘર નજીક આવેલો હોવાની વિગતના આધારે પોલીસે વોચ રાખીને ઝડપી પાડ્યો હતો. જ્યારે અન્ય એક આરોપી પ્રદીપ તેજાની ધરપકડ પેહલા થી જ કરી ચુકી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!