સુરતમાં ઘટી એક ચોંકાવનારી ઘટના, પતિએ ગળું દબાવીને પત્નીને મોતને ઘાટ ઉતારી જાણો તેનું રહસ્ય…
સુરતના ચોક બજાર વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના બની હતી ત્યાર પછી એ જ પોતાની પત્નીને ગળુ દબાવીને મારી નાખી હતી આમ સુરતના ચોક બજાર ફુલ વાળી મન્નત એપાર્ટમેન્ટમાં પતિએ પત્નીની હત્યા કરી નાખતા જ હાહાકાર મચી ગયો છે.
આ સમગ્ર ઘટના સુરતના ચોક બજાર ફૂલવાડીના મન્નત એપાર્ટમેન્ટમાં બની હતી તેમાં પતિ કામ ધંધો કરતો હતો નહીં, અને તેના જ કારણે પતિ અને પત્ની બંને વચ્ચે ખૂબ જ ઝઘડા થયા કરતા હતા, અને આ ઝઘડામાં પતિને ગુસ્સો આવતા જ તેને પોતાની પત્નીનું ગળું દબાવી દીધું હતું, અને ત્યારબાદ તેની હત્યા કરી નાખી હતી. જ્યારે હત્યા કરી ત્યારબાદ તે પોતાના કરેલા કાર્યને છુપાવવા માટે પત્ની પડી ગઈ છે અને બેભાન થઈ ગઈ છે તેવું જણાવ્યું હતું.
જ્યારે યુવતીના સાસુ સસરાને આ સમગ્ર ઘટનાની જાણ થઈ ત્યારે તેની પત્નીને હોસ્પિટલ સારવાર માટે લઈ ગયા હતા, જ્યાં ડોક્ટરે ગળા પર નિશાન જોયું હતું અને જ્યારે ડોક્ટરે તેના પતિને તેનું કારણ પૂછ્યું હતું ત્યારે તે ત્યાંથી ફરાર થઈ ગયો હતો, અને ત્યાર પછી તે પહેલાનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું, અને તેમજ મહિલાની ગળું દબાવીને હત્યા કરવામાં આવી છે તેવું જણાવ્યું હતું. આમ આ સમગ્ર ઘટનાને કારણે ચોક બજાર પોલીસે પતિ ઈરફાન સામે ગુનો દાખલ કર્યો છે. આફરીન શેખ જેના માત્ર 23 વર્ષના ઉંમરે ઈરફાન સાથે લગ્ન કર્યા હતા અને તેમના લગ્નને પાંચ વર્ષ થયા હતા,
તથા બંનેને પોતાનું એક દોઢ વર્ષનું નાનું બાળક પણ છે. આમ ઇરફાન ઘણા સમય પહેલા કલરનું કામ કરતો હતો અને અત્યારે તે કોઈ જ કામ કરતો ન હોવાથી પતિ પત્ની વચ્ચે ઝઘડો થતો હતો, અને તે ઘણી વખત નશો કરીને પણ આવતો હતો. આમ ઝઘડો ઘણો મોટો થઈ જતા જ તે ખૂબ જ આવેશમાં આવી ગયો હતો અને તેને પોતાની પત્નીનું ગળું દબાવીને તેને મોતને ઘાટ ઉતારી દીધી હતી.