સુરતમાં પત્નીને કહ્યું- ચાલ, તારી સાથે છેલ્લી ચા પી લઉં, મેં ઝેરી દવા પીધી છે, પત્નીની નજર સામે જ ઢળી પડ્યા બાદ પતિનું મોત
ઘણી વખ એવી ઘટના ઓ બનતી હોય છે કે જેમા આખો પરોવા હચમચી જતો હોય છે ત્યારે સુરત મા આજે એવી જ એક ઘટના બની છે જેમા પત્ની અને પુત્રોનો ની સામે જ એક વ્યકતિ નો જીવ ગયો. ખરેખર જીવ જવા પાછળ નુ કારણ જેરી દવા પિવાથી થયુ છે.
મૂળ ભાવનગરના વતની ધીરુભાઈ અને તેની પત્ની અને બે દિકરા સાથે સુરત મા રહેતા હતા ત્યારે આજે સવારે ધીરૂભાઈએ તેની પત્ની સાથે ચા પિતા હતા ત્યારે કીધું હતુ કે ચાલ આજે તારી સાથે છેલ્લી ચા પી લવ મે જેરી દવા નાની છે. આટલું કહી ને જમીન પર ઢળી પડ્યા હતા ત્યારે પત્ની બુમાબુમ કરીને બે બન્ને બાળકો ને જાણ કરતા તાત્કાલીક હોસ્પીટલે ખસેડવા મા આવ્યા હતા જયા તેમનુ મોત થયુ હતુ.
પરીવાર હજુ સુધી આપઘાત કરવાનુ પાછળ નુ કારણ જાણી શક્યુ નથી. મૃતક ધીરુભાઈ બચુભાઇ ઉનાગરના નાના દીકરાએ જણાવ્યું હતું કે 2-3 મહિનાથી પિતા અશક્ત હોવાનું કહેતા હતા. જયારે આ બાબતે ડોકટર ને પણ બતાવ્યું હતુ. ધીરુભાઈ પોતે રત્નકલાકાર હતા જયારે બે દીકરા માથી એક ઝરી ચોટાડવાનુ કામ અને એક હિરા ઘસવાનું કામ કરી પરીવાર ની આર્થિક મદદ કરી રહ્યા હતા.
અચાનક ઘર ના મોભી નુ આવી રીતે નીધન થતા નાનાએવા પરીવાર નો માળો વિખાયો છે ખરખેર ધીરુભાઈએ આ પગલું શા માટે ભર્યુ તેની તપાસ ચાલી રહી છે.