Gujarat

રામ મંદિરમાં સુરતના હીરા આ વેંપારીએ આપ્યુ છે, સૌથી વધુ દાન 68 કરોડ નું દાન જેમા 101 કીલો સોનું… જાણો કોણ છે આ દાનવીર…

વર્ષોની વેળા બાદ અયોધ્યા નગરીમાં પ્રભુ શ્રી રામનું આગમ થયું અને આ ભવ્ય અને દિવ્ય મંદિરમાં અનેક ભક્તો નું યોગદાન રહેલું છે, ત્યારે આપણા માટે ગૌરવની વાત છે કે, સૌથી વધુ દાન આપવામાં ત્રણ ગુજરાતીઓ મોખરે છે. કહેવાય છે ને કે સુરત શહેર ડાયમંડ સિટી છે અને સુરત શહેરમાં અનેક ઉદ્યોગપતિ છે જેમણે શ્રી રામ મંદિરના દાન આપ્યું છે, સૌથી ખાસ વાત એ છે સૌથી વધુ દાન 68 કરોડ નું દાન છે, જેમા 101 કીલો સોનું…ચાલો અમે આપણે જણાવીએ કે આખરે આ દાન કોણે આપ્યું છે.

ખરેખર આપણા ભારતમાં આજે રામ રાજ્ય સ્થાપિત થયું છે, કારણ કે શ્રી રામજીના ભવ્ય મંદિરમાં અનેક ભાવિ ભક્તોએ પોતાની આસ્થા રૂપે દાન પણ અર્પણ કર્યું છે. આજે અમે આપને એક એવા ભક્ત વિષે જણાવીશું જેમણે રામ મંદિર માટે 101 કિલો સોનું મોકલ્યું છે.આ ભક્ત સૂરતના છે. ખરેખર અપાન ગુજરાતીઓ માટે આ ગર્વની વાત છે. ગુજરાતીઓ સદાય સારા કાર્ય માં મોખરે હોય છે. તમને પણ વિચાર આવતો હશે કે આખરે આ વ્યક્તિ છે કોણ જેણે 101 કિલો સોનું દાનમાં આપ્યું.


ચાલો અમે આપને જણાવીએ કે, આખરે આ રામ ભક્ત કોણ છે. મીડિયા દ્વારા પ્રાપ્ત થયેલ માહિતી અનુઅસાર આ મહાન રામ ભક્ત દાતા દિલીપ કુમાર વી. લાખી છે. તે જેઓ સુરતના સૌથી મોટા હીરાના કારખાનાના માલિક છે. આ જગતમાં દાનનો અનેરો મહિમા છે. દાન આપવું એ ખુબ જ પુણ્યનું કામ છે. આ કાર્યને સાર્થક કરી બતાવ્યું હીરાના વેપારીએ ખરેખર વંદન છે આ હીરા વેપારીની દાનવીરતાને…

તમને જાણીને નવાઈ લાગશે કે, દિલીપ કુમારે રામ મંદિરમાં સ્થાપિત 14 સોનાના જડેલા દરવાજા માટે 101 કિલો સોનું મોકલ્યું છે.રામ જન્મભૂમિ ટ્રસ્ટને મળેલું આ સૌથી મોટું દાન છે. સૌથી ખાસ વાત એ છે કે, રામ જન્મભૂમિ મંદિરના દરવાજા, ગર્ભગૃહ, ત્રિશૂળ, ડમરુ અને સ્તંભોને પોલિશ કરવા માટે સોનાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ગર્ભગૃહના પ્રવેશદ્વારની સાથે મંદિરના ભોંયતળિયે 14 સુવર્ણ દ્વાર સ્થાપિત કરવામાં આવ્યા છે.


ખરેખર દાનની વાત જ્યારે આવે ત્યારે ગુજરાતીઓ મોખરે હોય છે, આપણા માટે ગૌરવની વાત એ છે કે રામ મંદિરનું સંપૂર્ણ નિર્માણ શ્રી રામ ભક્તોએ આપેલા દાનની રકમમાંથી થયું છે. આ મંદિરના નિર્માણ માટે માત્ર 900 કરોડનો લક્ષ્યાંક રાખેલ પરંતુ રામમંદિર માટે 3 હજાર કરોડ રૂપિયાથી વધુનું દાન મળ્યું હતું.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!