Gujarat

સુરત- ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ અને એક્ઝિબિશન મા ભગવાન સ્વામિનારાયણ ના 36 કિલો ચાંદીમાંથી બનાવેલા ગોલ્ડન વાઘા આકર્ષણ નું કેન્દ્ર.

સુરતમાં સરદારધામ દ્વારા આયોજિત ત્રિદિવસીય ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ 2022 અને એક્ઝિબિશન નો પ્રારંભ થઇ ચુક્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બિઝનેસ સમિટ 2022 અને એક્ઝિબિશન નો વર્ચ્યુઅલ ઉદઘાટન કર્યું હતું. સરસાણા ખાતે તા. 29 એપ્રિલથી 1 મે દરમિયાન ત્રિદિવસીય ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ 2022નું આયોજન થઇ રહ્યું છે. 30 હજાર ચો.મી. વિસ્તારમાં 950 સ્ટોલ થકી 10 હજારથી વધુ ઉદ્યોગકારો ભાગ લઈ રહ્યાં છે.

જેમાં આઈ.ટી. ફૂડ અને બેવરેજીસ, ફાર્માસ્યુટિકલ, ડેરી, કૃષિ, એન્જિનિયરીંગ, રબર, ડાયમંડ અને ટેક્ષટાઈલ સહિતના 15થી વધુ સેક્ટરનો સમાવેશ થાય છે. મહિલા ઉદ્યોગ સાહસિકો, કૃષિ અને ડેરી માટે એક્ઝિબિશન સ્ટોલમાં 50 ટકા રાહત આપવામાં આવી છે. આ સમિટ મા જુદા જુદા સ્ટોલ માં લોકો ખુબ જ બહોળી સંખ્યામાં ઉમટી રહ્યા છે. આ સમિટમાં 36 કિલો ચાંદીમાંથી બનાવાયેલા સ્વામિનાયારણ ભગવાન માટેના ‘ગોલ્ડન’ વાઘા આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. આ ગોલ્ડન વાઘા આ સમિટ નું મહત્વ નું આકર્ષણ બની ગયું છે. લોકો સૌથી વધુ સંખ્યામાં આ ગોલ્ડન વાઘા ને નિહાળી રહ્યા છે.

ભગવાન સ્વામિનારાયણ ના આ ગોલ્ડન વાઘા તૈયાર કરાવનાર પ્રેમવતી ગોલ્ડના જિગ્નેશ લક્કડે છે. તેને આ વિશે વાત કરતા જણાવ્યું હતું કે, આ વાઘા હાથી, મોરપીંછ, રત્નોથી ચાંદી પર તૈયાર કરવામાં આવ્યા છે. વાઘા માં અમેરિકન ડાયમંડ અને રત્નોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેને વધુમાં જણાવ્યું હતું કે વાઘા તૈયાર કરતી વખતે જેટલો સમય પ્રોડક્સન માં નથી લાગ્યો તેનાથી વધુ સમય તેની ડિઝાઇન તૈયાર કરવામાં લાગ્યો હતો.

સ્વામિનારાયણ ઘનશ્યામ સ્વરૂપના ના આ વાઘા 8 ફૂટ મૂર્તિ માટે તૈયાર કરવામાં આવ્યા છે. આ વાઘા તૈયાર કરવામાં તે લોકો ને 95 દિવસ નો સમય લાગ્યો હતો અને તેમાં લગભગ 18 જેટલા કારીગરીઓ સેવા આપી હતી. તે લોકો કહે છે કે આ ભગવાન ના વાઘા તૈયાર કરવાંમાં ધન્યતા અનુભવે છે .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!