Viral video

સુરતના હીરાબજારમાં વેપારીની હીરા ભરેલી થેલી લઇને લૂંટારું ભાગ્યો, જુઓ દિલધડક લૂંટના CCTV ફૂટેજ

આપણે સૌ કોઈ જાણીએ છીએ કે સુરત શહેરમાં અનેક પ્રકારની ઘટનાઓ ઘટતી હોય છે, ત્યારે હાલમાં જ એક ખૂબ જ ચૂકાવનારી ઘટના સામે આવી છે. આ તમામ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થયો હોવાથી હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. તેમને જાણીને નવાઈ લાગશે કે, હાલમાં સુરતમાં ધુળે દિવસે હીરાની દિલ ધડક થઈ હતી. આ તમામ દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા છે જે તમે આ બ્લોગની સાથે આપેલ લિંકમાં વીડિયો જોઈ શકશો કે કઈ રીતે લુટેરા એ વ્યક્તિ પાસેથી હીરા માત્ર એક થી બે સેકન્ડમાં જ ચોર હીરાની થેલી લઈને ભાગવા માંડ્યો હતો.

આ ઘટના અંગે વધુ વિગતવાર માહિતી જાણવા મળી છે કે,
મહિધરપુરા પાટીદાર ભવનના પાર્કિંગમાં હીરાની દિલધડક લૂંટ થઈ હોવાનું સામે આવ્યું છે. સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે, હીરા દલાલના નામના વ્યક્તિનાં હાથમાંથી એક લૂંટારુ 21 હજારની કિંમતના હીરાનીની થેલી ઝૂંટવી ભાગી ગયો જતો પણ સમયાનુસાર હીરા દલાલે બૂમાબૂમ કરતા અને તેને અન્ય એક વેપારીએ જોઇ જતા ત્યાં હાજર લોકોએ ભાગતા લૂંટારુને ઝડપી પાડ્યો હતો.

આ દિલધડક લૂંટના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. હાલ સ્થાનિક પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટના અંગે જાણવા મળ્યું કે હીરાભાઈ કતારગામ ગંગા નગર સોસાયટી પાસે રહેતા અશોકભાઈ છગનભાઈ કાકડિયાને ત્યાં દલાલ તરીકે કામ કરે છે. મીડિયા દ્વારા જાણવા મળ્યું હતું કે, તા. 30મીના રોજ તેઓ સેફમાં મુકેલા હીરા લઈને મહિધરપુરા પાટીદાર ભવનના પાર્કિંગમાંથી પસાર થઇ રહ્યા હતા.

આ સમયનો જ લાભ લઈને આરોપી તેમની પાછળ પાછળ ચાલી રહ્યો હતો અમે તક મળતા જ તેમના હાથમાંથી થેલી લઈને તેમને ધકો મારી દીધો હતો અને હાથમાં રહેલા 21 હજારની કિંમતના હીરાની થેલી ઝૂંટવીને ભાગી ગયો હતો પણ હીરાભાઈના ભાગ્ય સારા હતા કે આરોપીનાં હાથમાંથી હીરા રસ્તા પર જ પડી ગયા અને હીરા દલાલ તેની પાછળ દોડીને બૂમાબૂમ કરી હતી. જેથી ત્યાં હાજર લોકોએ થેલી લઈને ભાગતા લૂંટારુને ઝડપી પાડ્યો હતો. હાલમાં આરોપી સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવી છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!