સુરત ની આ હોસ્પિટલ મા રેકોર્ડ બ્રેક 23 બાળકો ના જન્મ થયા જેમાં થી નોર્મલ ડિલીવરી….
હાલમાં જ સુરત શહેરમાં ખૂબ જ એક સરહાનીય અને આશ્ચયજનક ઘટના બની છે. હાલમાં જ જાણવા મળ્યું છે કે, સુરતના વરાછા વિસ્તારમાં આવેલી ટ્રસ્ટની હોસ્પિટલમાં નવો રેકોર્ડ સર્જાયો હતો. આ રેકોર્ડ જ એવો છે કે સૌ કોઈ ખુશખુશાલ થઈ ગયા છે. વાત જાણે એમ છે કે, સુરત ડાયમંડ એસોસિએશન આરોગ્ય સમિતિ સંચાલિત “માતૃશ્રી રામુબા તેજાણી અને માતૃશ્રી શાંતાબા વિડીયા હોસ્પિટલ” મા એક જ દિવસમાં કુલ 23 ડિલિવરી થયેલી.
આજ કારણે હોસ્પિટલ આખી બાળકોની ખિલખિલાટથી ગુંજી ઉઠ્યું હતું. આ 23 ડિલિવરીઓમા 12 દીકરી અને 11 દીકરાનો સમાવેશ થાય છે અને તમામ બાળકો તંદુરસ્ત છે. તમને જાણીને નવાઈ લાગશે કે 8 વર્ષના ઈતિહાસમાં 23 ડિલિવરી એક જ દિવસમાં સુરતમાં એક નવો રેકોર્ડ સ્થાપિત કર્યો છે.
આ ઘટના બનતા જ ડોકટર અને સ્ટાફમાં હર્ષ અને ખુશીનો માહોલ જોવા મલ્યો હતો તેમજ ટ્રસ્ટીઓ અને મેનેજમેન્ટ દ્વારા ડોકટર અને સ્ટાફના આ ઉમદા કાર્ય બદલ સૌનો અભિનંદન સાથે આભાર વ્યક્ત કર્યો હતો. એક જ દિવસે એક જ જગ્યાએ 23 પારણાં ઝૂલતાં 23 પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
ખાસ વાત એ છે કે, 23માંથી 6 ડિલિવરી સિઝરથી થઈ હતી. જ્યારે બાકીની 17 જેટલી ડિલિવરી નોર્મલ રીતે થઈ હતી. આ હોસ્પિટલની હોસ્પિટલમાં નોર્મલ ડીલીવરીનો ચાર્જ માત્ર 1800 છે. જ્યારે દીકરીનો જન્મ થાય તો કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. તેમજ સિઝેરિયન ડીલીવરીનો નો ચાર્જ માત્ર 5000. છે. તેમજ આ હોસ્પિટલમાં એક ખૂબ જ સરહાનીય કામગીરી કરવામાં આવે છે.
કોઈ પણ દંપતીને ત્યાં એક કરતા વધારે દીકરીનો જન્મ થાય તો પ્રત્યેક દીકરીને હોસ્પિટલ તરફથી એક લાખ રૂપિયાના બોન્ડ આપવામાં આવે છે. આ હોસ્પિટલમાં 2000 દીકરીઓને કુલ 20 કરોડના બોન્ડ આપી દીધા છે ,ભારત સરકારની “બેટી બચાવો-બેટી વધાવો યોજના ” ને સાર્થક કરવામાં હોસ્પિટલ દ્વારા સહભાગી બનીને સમાજને એક નવી રાહ ચીંધી છે. ખરેખર સુરત હોસ્પિટલની આ કામગીરી ખૂબ જ ઉમદા છે.