Gujarat

સુરતમા આ જગ્યાએ એ સ્ટેટ મોનિટરીંગ સેલ એ દરોડા પાડ્યા ! એવી રીતે ગેમ્બલિંગ ક્લબનો જુગાર ચાલતો હતો કે

હાલ ના સમય મા ગુજરાતના દરેક મોટા શહેરો અને જિલ્લા મા ગુજરાતની સ્ટેટ મોનિટરીંગ સેલ દ્વારા કડક કાર્યવાહી કરવા મા આવી રહી છે જેમા ખાસ કરીને દારુના અને જુગારના અડ્ડાઓ ઓ પર રેડ પાડવા મા આવી રહી છે તાજેતર મા જ SMC દ્વારા અમદાવાદ અને જુનાગઢ મા મોટો દારુ નૉ જથ્થો ઝડપી પાડવા મા આવ્યો છે ઉપરાંત અમરેલી મા પણ મોટા જુગાર ના અડ્ડા રેડ પાડવા મા આવી હતી જ્યારે હવે સુરત મા પણ SMC એ કાર્યવાહી કરી છે.

મિડીઆના માધ્યમ થી જાણવા મળ્યુ હતુ કે સુરત શહેર ના રાંદેર પોલીસની હદમાં હોટલમાં ગેમ્બલિંગ ક્લબ ચાલતું હતું. જેમા VIP સ્ટાઈલમાં ચાલતા જુગારધામ પર સ્ટેટ મોનિટરીંગ સેલ ની ટીમ ત્રાટકી હતી જેમા કુલ 21 લોકો ની ધરપકડ કરવા મા આવી હતી આ ઉપરાંત રુપીઆ .90 લાખ રોકડા, 28 મોબાઈલ અને 12 વાહન સાથે કુલ રૂ 45 લાખથી વધુ મુદ્દામાલ સીઝ કરાયો છે.

હજી થોડા સમય પહેલા જ અમરેલી જીલ્લા ના કાંટ ગામ મા પણ રેડ પાડવા મા આવી હતી જેમા 23 જુગારીઓ સાથે 47 લાખ નો મુદ્દામાલ જપ્ત કરવા મા આવ્યો હતો. આ ગામ મા પણ ક્લબ જેમ જુગાર રમાડવા મા આવી રહ્યો હતો જ્યારે સ્ટેટ મોનિટરીંગ સેલ ની ટીમે દરોડો પાડી અલગ અલગ જીલ્લાઓ ના જુગારીઓ ને ઝડપી લીધા હતા.

સમગ્ર મામલે  અમરેલી SPએ સ્થાનિક પોલીસકર્મી પર પણ કાર્યવાહી કરી હતી. PSI પી,વી સાંખટ અને ડીબી ચૌધરી બન્ને  મહિલા PSIને લિવ રિઝર્વ પર મૂકી દેવામાં આવ્યા હતા. જ્યારે  ધારી PSI ડી.સી.સાકરીયાને બદલી કરી દેવામાં આવી હતી. PSI પી.બી.લક્કડ ને પેરોલ ફર્લો સ્ક્રોડ માંથી ધારી મૂકી દેવામાં આવ્યા હતા. અમરેલી તાલુકા પોલીસ મથકના 3 પોલીસ કર્મીઓની હેડક્વાર્ટરમાં બદલી કરી નાખવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!