સુરત મા દીલ ધડક લૂંટ ની ઘટના ! 55 લાખ રુપીઆ લઈ વેપારી જઈ રહ્યો હતો ત્યારે કાર પર કીચડ નાખી….જાણો વિગતે
મોટા શહેરો નો ક્રાઈમ રેટ સતત વધી રહ્યો છે ત્યારે લુટ ફાટ અને હત્યાના બનાવો વધારે સામે આવી રહ્યા છે જ્યારે ફરી એક વખત આવી જ એક ઘટના સુરત ના ડીંડોલીથી ચલથાન તરફ કેનલ હાઈ વે પર બની હતી જેમા એક વેપારી ને ફીલ્મી સ્ટાઈલ મા લટી લેવામા આવ્યો હતો જેના લઈ ને હાલ પોલીસ તપાસ નો ધભધભાટ ચાલી રહ્યો છે.
આ ઘટના અંગે ન્યૂઝ 18 ગુજરાતી ના એક અહેવાલ મુજબ સુરતનો કાપડ વેપારી ડીંડોલીથી ચલથાન તરફ કેનલ રોડ પરથી પોતાના બે મિત્રો સાથે 55 લાખ રુપીઆ લઈને કોઈ ધંધાકિય કામ મટે હાઇવે ઉપર વડોદરા તરફ જઈ રહ્યો હતો ત્યારે ડીંડોલીથી થોડીક જ દૂર કોઈ અજાણ્યા શખ્સો તેમનો પિછો કરી સ્કોરપિયો કાર ની આગળ ના કાચ પર કીચડ ફેંકી હતી.
જ્યારે વેપારીએ ગાડી ઉભી રાખતા ગાડી મા રહેલા 55 લાખ રુપીઆ અજાણ્યા શખ્સો ઉઠાવી ગયા હતા. જ્યારે આ બાબતે વેપારી એ પોલીસ ને જાણ કરતા ડીંડોલી પોલીલ સ્ટાફ અને ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. જ્યારે પોલીસ તપાસ મા એવું સામે આવ્યુ હતુ કે ગાડી ને રોકવા એક્ટીવા પર આવેલા બે શખ્સો એ ગાડી ના કાચ પર કીંચડ ફેકયું હતુ. જ્યારે આ મામલે હાલ પોલીસ અલગ અલગ દિશાઓ મા તપાસ હાથ ધરી રહી છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.