ત્રણ દિવસ સાવધાન રેહજો !! સુરતમાં પતંગની દોરી 22 વર્ષીય યુવતી માટે યમદૂત બની,ગળાનો 70% ભાગ કપાય જતા….
મિત્રો તમને ખબર જ હશે કે હવે ઉત્તરાયણને ફક્ત બે દિવસ રહી ગયા છે એવામાં, પતંગ તથા દોરાની ખરીદી પૂર જોશમાં ચાલી રહી છે તો આકાશમાં પતંગબાઝી પણ વધતી જ જઈ રહી છે, પણ હાલ સુરત શહેરમાંથી એક ખુબ જ દુઃખદ ઘટના હાલ સામે આવી છે જેમાં ગળામાં દોરી વાગતા એક દીકરીનું ગળું કપાયુ હતું, જે બાદ લોહીલુહાણ થયેલ હાલતમાં તેને હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવી હતી જ્યા તેનું નિધન થયું હતું.
દીકરીને નિધનની વાત સાંભળતા આખો પરિવાર દડદડ આંસુએ રડી પડ્યો હતો, મિત્રો આ તહેવારને લઈને તમારે પણ પોતાનું તથા પરિવારજનો ખાસ ધ્યાન રાખવું તથા રસ્તા પર નીકળો ત્યારે ગળામાં રૂમાલ અથવા તો બીજી કોઈ વસ્તુ પેહરીને નીકળવું જેને લીધે તમને કોઈ નુકશાન ન થાય, એક પતંગ દોરની મજા કોઈકના પરિવાર માટે દુઃખના દાડા લાવી શકે છે.
એહવાલો અનુસાર સામે આવ્યું છે કે સુરત શહેરના વરાછામાં આવેલ અમૃત રેસિડેન્સીમાં રેહત દીક્ષિત ઘનશ્યામભાઈ ઠુમ્મર(ઉ.વ.22) સાંજના સમયે એક્ટિવા લઈને મેઈન રોડથી નાના વરાછા ઢાળ બ્રિજ ઉપરથી પસાર થઇ રહી હતી ત્યારે જ યમરાજ બનીને પતંગની દોરી તેના ગળા પર પડી હતી જેને લીધે દિક્ષિતા એક્ટિવા પરથી લોહીલુહાણ હાલતમાં નીચે પડી હતી, જે બાદ તાત્કાલિક ધોરણે તેને હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવી હતી.
જ્યા ગણતરીના સમયમાં જ તેનું નિધન તથા પરિવારમાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી, પતંગની દોરથી 70% થી વધારે ગળું કપાય જતા ખુબ મોટી માત્રામાં લોહી વહી ગયું હતું જેને લઈને દિક્ષિતાનું નિધન થયું હતું,તો મિત્રો આવનાર ત્રણ ચાર દિવસો તમે પતંગની દોરીથી સાવધાન રેહજો તથા ગળામાં તથા આંખ પર સેફટી પેહરીને બહાર નીકળજો એટલી વિનંતી.