સુરતમાં વાલીઓની આંખ ઉઘાડતો કિસ્સો ! વાલીઓએ કરેલી એક ભૂલ તેઓને જીવનભરનો અફસોસ કરાવશે, એવું તો શું થયું આ માસુમ સાથે?જાણો
જ્યારે પણ બાળકો નાના હોય છે ત્યારે દરેક માં-બાપને એવો દર સતાવતો હોય છે કે તેના સંતાનને કઈ થઇ ન જાય. આ વાતનું ધ્યાનમાં રાખીને જ વાલીઓ પોતાના સંતાનોનું ખુબ ધ્યાન રાખતા હોય છે પરંતુ ક્યારેક વાલીઓને અજાણતામાં જ એવી ઘટના બની જતી હોય છે કે જેનો અફસોસ માતા-પિતાને જીવનભર રહેતો હોય છે. ડાયમંડ સીટી સુરતમાંથી હાલ આવી જ એક કરુંણ ઘટના સામે આવી છે જેમાં ફક્ત પાંચ વર્ષની બાળકી સાથે એવી ઘટના બની કે શહેરના તમામ વાલીઓ પોતાના સંતાનોને લઈને સાવધ થઇ ગયા હતા.
જણાવી દઈએ કે શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલ ભગવતી નગર પાસે દિપકકુમાર પ્રસાદ નામનો વ્યક્તિ અહીં સહ પરિવાર સાથે વસવાટ કરતો હતો, દિપકકુમારને એક 5 વર્ષીય દીકરી પણ હતી જેનું નામ અપ્રીતિ હતું.માસુમ અપ્રીતિ ઘરની ગેલેરીમાં રમી હતી ત્યારે માતા-પિતા બંને કામમાં મશગુલ હતા પરંતુ તેઓને શું ખબર હતી કે ફક્ત ગણતરીની સેકેંડમાં જ તેઓની દીકરી હતી નહોતી થઇ જશે. અપ્રીતિ રમતા રમતા જ ઘરના ત્રીજા માલની ગેલેરીથી નીચે પડી જતા તેને કપાળ અને માથાના ભાગમાં ભારે ઇજા થઇ.
આ ઘટના બનતા જ આડોશ પાડોશમાં ભારે દોડધામ મચી ગઈ જે બાદ લોકોએ તરત જ આ 5 વર્ષીય માસુમને નજીકના હોસ્પિટલ સારવાર અર્થે ખસેડી દીધી હતી પરંતુ દીકરીને બચાવાની રહે ચાલતા લોકોના હાથે ફક્ત નિરાશા લાગી હતી, કારણ કે સારવાર દરમિયાન જ આ માસુમ મૌતને ભેટી ગઈ જેનું દુઃખ હાલ આખા પરિવાર પર ફાટી પડ્યું છે. પોતાની બાળકીનું મૃત્યુ થતા માતા-પિતાતો આઘાતમાં જ હતા જયારે બીજા સગા સબંધીઓએ શોકની લાગણી વ્યક્તિ કરી મૃતકના માતા-પિતાને આશ્વાસન આપ્યું હતું.
મૃતક માસૂમના માતા-પિતાના મનમાં હવે આ અફસોસ તો જીવનભર રહેશે કે જો તેણે દીકરી સાથે રહીને તેનું ધ્યાન રાખ્યું હોટ તો આવો દિવસ જોવાનો વારો ન આવેત પરંતુ જે કુદરતે લખ્યું છે તે થવાનું નિશ્ચિત છે. હાલ સ્થાનિક પોલીસે ઘટના સ્થળે પોહચીને જરૂરી રિપોર્ટ નોંધીને આગળની તપાસ હાથ ધરી છે અને આ ઘટના સાથે જોડાયેલ સમગ્ર માહિતી એકત્રીત કરી હતી. આ ઘટના અંગે ત્યાં હાજર રહીશ એવા વિકાસકુમારએ નિવેદન આપ્યું હતું કે તેણે આ ઘટના નજરે જોઈ હતી, તેઓએ જણાવ્યું કે તેઓ નીચે બેઠા હતા ત્યાં અચાનક જ ઉપરથી દીકરી નીચે પટકાતા સૌ કોઈ ચિંતાતુર બન્યું હતું.