Gujarat

સુરતમાં ધોરણ 8 માં અભ્યાસ કરતી વિધાર્થીની અચાનક જ વર્ગમાં ઢળી પડી, સારવારમાં થયું મૌત ! સીસીટીવીમાં કેદ થઇ ઘટના..જુઓ

હાર્ટઅટેક વિશે જો વાત કરવામાં આવે તો આ ઘટના એક અત્યારે એટલી સામાન્ય ઘટના જેવી બની ગઈ છે કે હાલ હાલતા ચાલતા વ્યક્તિને પણ મનમાં બીક રેતી હોય છે કે તેની સાથે આવું ન બને, આવો ડર રહેવાનો કારણ પણ છે કારણ કે રાજ્યમાં એક દિવસ તો એવો પણ આવ્યો હતો જેમાં એક જ સાથે ત્રણ ત્રણ લોકોના હાર્ટઅટેકને લીધે મૃત્યુ થયા હતા, એવામાં સુરત શહેરમાંથી એક ખુબ જ ચોંકાવનારી ઘટના સામે આવી છે જેમાં એક વિધારાથીનું મૃત્યુ થયું છે.

ડાયમંડ સીટી સુરતની અંદર શાળામાં અભ્યાસ કરતી દીકરી ભણતા ભણતા અચાનક જ બેન્ચ પરથી નીચે ઢળી પડી હતી જે બાદ શિક્ષકો તથા સાથી વિધાર્થીઓ તેની પાસે દોડી ગયા હતા અને તરત જ દીકરીને નજીકના હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવતા ગણતરીના સમયની અંદર આ વિધાર્થીને તબીબોએ મૃત જાહેર કરી હતી, આ ઘટનાને લઈને સૌ કોઈ દુઃખમાં ગરકાવ જ થઇ ગયું છે, હજુ દીકરીનું ક્યાં કારણે મૃત્યુ થયું છે તે અંગે કોઈ ખુલાસો થયો નથી.

આ રૂવાંટા ઉભી કરી દેતી ઘટના સુરત શહેરના ગોડાદરાની અંદર આવેલ શાળામાં બની હતી. શાળાના ધોરણ 8ના વર્ગની અંદર ધોરણ 8 માં અભ્યાસ કરતી 13 વર્ષીય દીકરી જયારે વર્ગમાં બેઠીને ભણી રહી હતી ત્યારે અચાનક જ જમીન પર ઢળી પડી હતી, આ પુરી ઘટનાના વિડીયો સીસીટીવીમાં કેદ થયા છે જેમાં જોઈ શકાય છે દીકરી ભણી રહી છે ત્યાં અચાનક જ તેને બેચેની થઇ રહી હોય તેવું લાગી રહ્યું છે ત્યાં એટલામાં જ તે નીચે ઢળી પડે છે.

તપાસ અનુસાર સામે આવ્યું છે કે આ 13 વર્ષીય વિધાર્થીની શહેરના કાપડ વેપારીની દીકરી હોવાનું સામે આવ્યું છે, દરેક લોકોને ફક્ત આ એક સવાલ ખાયે જાય છે કે આ દીકરીનું મૌત ક્યાં કારણોને લીધે થયું છે, હાલ તો પોસ્ટમોર્ટમ અર્થે દીકરીના મૃતદેહને ખસેડવામાં આવેલ છે. પોતાની સાવ ફૂલ જેવી દીકરીનું મૃત્યુ થતા પરિવારમાં સૌ કોઈ શોકમાં ગરકાવ જ થઇ ચૂક્યું છે.

નોંધ :આ વિડીયોની હકીકતની પુષ્ટિ અમારી વેબસાઈટ “ગુજરાતી અખબાર” કરતું નથી, કોઈ ચોક્કસ સોર્સના માધ્યમથી આ વિડીયો લેવામાં આવેલ છે.આભાર.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!