સુરત : પરિવાર બીજા રાજ્યમાં દીકરાની રાહ જોતું રહ્યું અને અહીં દીકરાએ 6માં માળેથી કૂદી આત્મહત્યા કરી લીધી ! તપાસમાં સામે આવ્યું આ કારણ…
રાજ્યમાં જો વાત કરવામાં આવે તો હાલ અનેક એવી આત્મહત્યાની ઘટનાઓ સામે આવી રહી છે જેના વિશે જાણીને કોઈપણ વ્યક્તિને ચોકી જ જવાતું હોય છે, હાલ આખા ગુજરાતની અંદર આવી ઘટનાઓ દિવસેને દિવસે વધતી જ જઈ રહી છે. આત્મહત્યા કરનારાના આત્મહત્યા કરવા માટેના પણ અનેક કારણો હોય છે જેમાં અમુક વખત કારણ સામે આવતું હોય છે તો અમુક વખત અકબંધ રહેતું હોય છે, એવામાં સુરત શહેરમાંથી એક ખુબ જ દુઃખદ ઘટના સામે આવી છે.
જેમાં 20 વર્ષીય એક યુવકે આત્મહત્યા કરીને મૌતને વ્હાલું કરી લીધું હતું, આત્મહત્યાનું કારણ પણ એવું સામે આવ્યું હતું કે તે જાણીને સૌ કોઈના હોશ જ ઉડી ગયા હતા. વાત કરવામાં આવે તો સુરત શહેરમાં આવેલ ભીમરાડ વિસ્તારના આવેલ ચેકપોસ્ટ નજીક નવનિર્મિત બિલ્ડીંગની અંદર મૃતક ટાઇલ્સ લગાવાનું કામ કરી રહ્યો હતો, યુવકનું નામ મોહન રતન(ઉ.વ.20) હોવાનું સામે આવ્યું હતું, ખાસ વાત તો એ છે કે મોહન રતન રોજગારી માટે રાજસ્થાન રાજ્યમાંથી સુરત ખાતે આવ્યો હતો.
રૂપિયા કમાવા માટે આવેલ યુવકને શું ખબર હતી કે તે અહીંથી જીવિત ઘરે નહીં જઈ શકે, મૃતકનો પરિવાર તેના મૂળ વતનમાં રહેતો હતો,એવામાં સુરત શહેરની નવનિર્મિત બિલ્ડીંગની અંદર યુવક છટ્ઠા માળે લાદી ચોંટાડવાનું કામ કરી રહ્યો હતો એવામાં અચાનક જ તેને શું થયું કે તેને છટ્ઠા માળેથી કૂદીને પોતાની જિંદગીનો અંત આણ્યો હતો.
યુવક નીચે કૂદી જતા ત્યાં સાથે કામ કરી રહેલા તમામ કર્મચારીઓ દોડી ગયા હતા અને તરત જ સારવાર અર્થે યુવકને ખસેડ્યો હતો પરંતુ ગણતરીના સમયમાં જ યુવકને તબીબોએ મૃત જાહેર કર્યા હતા. આ ઘટના અંગે પૂછતાછ કરતા મૃતક યુવકના સાથી કર્મચારીઓએ કીધું હતું કે આત્મહત્યા કરતા પેહલા તેણે તેની પ્રેમિકા સાથે વાત કરી હતી અને આ બાદ જ આવું પગલું ભર્યું હતું.