સુરત: લગ્નમાં નાની એવી વાત થઈ ને એવો ડખ્ખો થયો એક યુવક પર થયો જીવલેણ હુમલો
આપણા સમાજમાં હાલ લોકો નો સ્વભાવ ખુબજ ખરાબ થતો જાય છે, અને લોકોમાં ખુબજ ગુસ્સો વધતો જાય છે. લોકો ગુસ્સામાં કંઈપણ વિચાર્યા વગર પોતાનું અને બીજાનું જીવન પણ મુશ્કેલી માં મૂકી દે છે, તેવીજ વાત કરીએ તો સુરત જીલ્લાના માંગરોળ આંબા તલાવડી ગામે 22 વર્ષીય યુવાન નામે નહેલ ચૌધરી કે જે તેના મિત્ર ના લગ્ન માં ગયો હતો, ત્યાં ફક્ત એક નજીવી બાબતે તેને ચાકુ ના ઘા મારી દીધા હતા.
ઘટના ની વાત કરીએ તો અશોકભાઈ ચૌધરી નો પુત્ર નામે નહેલ ચૌધરી (ઉ.વ.22) કે જે માંગરોળ આંબા તલાવડી ગામે પોતાના મિત્ર ના લગ્ન માં ગયેલ હતો, ત્યાં લગ્ન માં નાચવા બાબતે નહેલ ને કોઈકે ચપ્પુ મારી દીધું, લગ્ન પ્રસંગ માં મોડીરાત્રે આવી જીવલેણ ઘટના થતા લગ્નમાં આવેલ ત્યાના તમામ લોકોમાં ભાગદોડ મચી ગઈ, અને આ ઈજાગ્રસ્ત નહેલ ને તાત્કાલિક ધોરણે સારવાર માટે સુરત સિવિલ હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યો હતો.
નહેલ ન પરિવારે સપનામાં પણ નહોતું વિચાર્યું કે અમારો પુત્ર તેના મિત્ર ના લગ્ન માં જશે ત્યાં એની સાથે આવી જીવલેણ ઘટના બનશે, ઉક્ત ઘટના બનતા ની સાથે નહેલ ના પરિવાર જનોને જાણ થતા તેઓના હોશ ઉડી ગયા, અને તેના માતા-પિતા તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચ્યા તો નહેલ લોહીના ખાબોચિયામાં પડેલો હતો. અને તરતજ ૧૦૮ ને જાણ કરી ઘટના સ્થળે થી નજીકના હોસ્પિટલ માં લઇ જવામાં આવ્યો પરંતુ ત્યાંથી તેણે વધુ સારવાર માટે સુરત સિવિલ હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યો હતો.
ત્યારબાદ નહેલ ના કેસની ગંભીર અવસ્થા જોઈ ડોકટરે વહેલી સવારે તેનું ઓપરેશન કર્યું અને મળતી માહિતી અનુસાર હાલ નહેલ ની હાલત સાધારણ હોવાનું તેના પરિવાર જનો એ જણાવ્યું છે. અને ત્યારબાદ આ ઘટના બાબતે પોલીસે તપાસ હઠ ધરી છે.
ઈજાગ્રસ્ત ના પિતા અશોકભાઈ ચૌધરી નું આ ઘટના બાબતે કહેવું છે કે હાલ આપણા બાળકો સુરક્ષિત નથી તેનો આ જીવતો જાગતો દાખલો છે. ઉક્ત ઝઘડો સાવ સામાન્ય હતો, પરંતુ આવી નજીવી બાબતમાં ચક્કું કાઢી ઘા મારી થોડી દેવાઈ, મારો દીકરો મોત સામે લડ્યો અને હાલ તેની હાલત સાધારણ છે. હું ભગવાન ને પ્રાર્થના કરીશ કે આવું બીજા સાથે ન થાય.