સુરતના ડાયમંડકિંગ સવજીભાઈનાં ભાઈના દીકરાના લગ્નનાં પહેલા રાંદલપૂજા યોજાઇ, અતિ ભવ્ય વીડિયો જુઓ…
હાલમાં જ્યારે એક તરફ લગ્નનો ગાળો આવ્યો છે, ત્યારે તમામ સામાન્ય વ્યક્તિ થી લઈને પ્રખ્યાત કલાકારો અને ઉદ્યોગપતિનાં સંતાનોના લગ્ન થઈ રહ્યા છે. હાલમાં એક તરફ રાજકોટ શહેરનાં ઉદ્યોગપતિએ મૌલેશ ઉકાણીના દીકરાના લગ્ન ની ચર્ચાઓ થઈ રહી છે, ત્યારે આ તમામ લગ્ન ની વચ્ચે સુરત શહેરના ડાયમંડ કિંગ ગણાતા સવજીભાઈ ધોળકિયા નાં ભાઈમાં દીકરાના લગ્ન નાં શુભ અવસરો ઉજવાય રહ્યા છે અને ત્યારે આ વાત થી સૌ કોઈ અજાણ હશે.
ખૂબ જ વૈભવશાળી અને જાજરમાન આ લગ્ન શુભારંભ તેમના નિવાસ સ્થાને તેમના પરિવાર સાથે યોજાઈ રહ્યો છે, ત્યારે આ લગ્નની ખૂબ જ ધામધૂમથી તૈયારીઓ ચાલી રહી છે. ખરેખર હજુ લગ્ન તો 21 નવેમ્બર યોજાશે ત્યારે એ પહેલાં જ લગ્ન નાં શરૂઆત પહેલા જ તેમના ઘર આંગણે અતિથિઓ પધારી ચુક્યા છે અને સૌ કોઈ પરિવારજનોની સાથે ઉત્સાહપૂર્વક આ લગન શુભારંભ અવસરો શરૂ થયા છે.
ઘનશ્યામભાઈ ધોળકિયા એ જેમને હાલમાં 216 કરોડો નો આલીશાન બંગલો લીધો તેમનો લાડકવાયો દીકરા હિતાર્થનાં લગ્ન 21 નવેમ્બર યોજાશે. આ પહેલા તેમના ઘરમાં ખૂબ જ આકર્ષણ અને શુશોભન કરવામાં આવ્યું છે. ગઈકાલે એટલે કે 15 તારીખ એ રાંદલ મા નાં લોટા તેડવામાં આવ્યા હતા જેમાં કુવારીકાઓની પૂજા અર્ચના કરવામાં આવી.તેમજ આ સિવાય સૌ પરિવાર જનોએ સાથે મળીને આંનદદાયક પળો માણી. અને આમ પણ ગરબા વિના ગુજરાતી કોઈપણ પ્રસંગ અધૂરા જ ગણાય.
View this post on Instagram
આજે પણ લગ્ન અવસર ના બીજા દિવસે! પારિવારિક ઉત્સવ ઉજાવ્યો હતો. ખરેખર આલગ્ન ખૂબ જ આકર્ષિત અને અતી ભવ્ય છે. જો હજુ લગ્ન પહેલા નાં પ્રસંગો આવી રીતે ઉજવવામાં આવી રહ્યા છે, ત્યારે વિચાર કરો કે, લગ્ન નો સમારોહ કેટલો ભવ્ય હશે. અમે આપને તેમના લગ્નની દરેક રસમોના વિડિયો અને ફોટોઝ આપના માટે લઈને આવશું.