સુરતની દિપાલી દાળિયાએ નાનપણમાં જોયેલ સપનું પૂર્ણ કર્યું !! અમેરિકામાં પાયલોટ બનીને આખા ગુજરાતનું નામ રોશન કર્યું..સંઘર્ષને સલામ છે
મિત્રો કહેવાય છે ને કે સફળતા તેને જઈ ચડે છે જે પરસેવે ન્હાય, આ કેહવત ખુબ સાચી છે કારણ કે જો તમે કોઈ નક્કી ધ્યેયને પ્રાપ્ત કરવા માટે પુરી નિષ્ઠા અને પૂર્ણ એકાગ્ર લઈને તેની પાછળ મેહનત કરશો તો તમને એ ધ્યેય પ્રાપ્ત થઇ જ જશે. આખા દેશ ભરમાં અનેક એવી સફળતાની કહાનીઓ આવે છે જેના વિશે વાંચીને સૌ કોઈને એક અલગ જ મોટિવેશન પ્રાપ્ત થતું હોય છે એવામાં આજના આ લેખમાં અમે એક સુરતની દીકરી વિશે વાત કરવાના છીએ.
જેણે પોતાની મેહનત અને પોતાના સપના પાછળ એટલી ધગશથી મેહનત કરી કે હવે તેને તેનો ગોલ પ્રાપ્ત થઇ ગયો છે, દીકરીની આવી ઉપલબ્ધી પર માતા-પિતા ખુબ ગર્વ લઇ રહ્યા છે અને આખા સુરત જ નહીં પરંતુ ગુજરાત રાજ્યની અંદર આ દીકરી હાલ વાહ વાહ થઇ રહી છે. આ દીકરી કોણ છે અને તેણે શું ઉપલબ્ધી પ્રાપ્ત કરી ચાલો તેના વિશે તમને જણાવી દઈએ.
આ દીકરીનું નામ દિપાલી દાળિયા છે જે સુરત શહેરના બેગમપુરાના મુંબઈવડમાં રહેતા સંજય દાળિયાની દીકરી છે, દિપાલી દાળિયા નાનપણથી જ પાયલટ બનવાનું સપનું ધરાવતી હતી.ધોરણ 10 સુધીનો અભ્યાસ દિપાલીએ અઠવાગેટની વનિતાવિશ્રામ શાળામાં અભ્યાસ પૂર્ણ કર્યો હતો જે બાદ વર્ષ 2017 ની અંદર પોતાના પરિવાર જોડે યુએસએ ખાતે શિફ્ટ થઇ ગઈ હતી.
વર્ષ 2017 માં જયારે દિપાલી ફ્લાઈટમાં બેસી ત્યારે તેણે સપનું જોયું હતું કે તે મોટી થઈને ફ્લાઇટ ઉડાડશે.અને આ સપનું સાકાર પણ થયું કારણ કે 22 વર્ષની ઉંમરમાં જ દિપાલીએ પાયલોટ બનીને ફક્ત પોતાના માતા-પિતાનું નામ જ નહીં પણ પોતાના આખા સમાજનું નામ રોશન કર્યું હતું, એવામાં જ્યારે દિપાલી વતન પરત ફરી ત્યારે તેમના સમાજ દ્વારા તેનું સન્માન કરવામાં આવ્યું હતું.
પાયલોટ બનવા માટે દિપાલીએ અપાર મુશ્કેલીઓ સહન કરી છે કારણ કે માતા-પિતા તથા તેમનો ભાઈ ન્યુ જર્સીમાં રહેતા હતા જયારે દિપાલીને પાયલટ બનવા માટે તેમના થી અલગ કેલિફોર્નિયાની અંદર રેહવું પડતું હતું, પરંતુ દિપાલીની આ મેહનત ફળી અને તે હાલ પાયલોટ બનીને આખા ગુજરાતનું તથા પરિવારનું નામ રોશન કર્યુ. દિપાલીએ પોતાના માતા-પિતાને પ્લેનમાં બેસાડી પોતાના સપનાની ઉંડાન ભરી હતી.