સુરતના યુવાને ઓનલાઈન કસીનો મા 30 લાખ હારી જતા ગળાફાંસો ખાઈ જીવન ટુકાવ્યું. સ્યુસાઈડ નોટ મા લખ્યુ કે “મે મારા જીવન ની મોટી ભુલ
આપણે સૌ જાણીએ છીએ કે હાલના સમયમાં મોબાઇલ ફોન અનેક એપ્લિકેશન અને ગેમ આવી છે જેમાં ઘણી ગેમ એવી પણ હોય છે પૈસા ગુમાવવાનો વારો આવતો હોય છે તાજેતરમાં એક એવા અનેક કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં બાળકોએ અને યુવાનોએ પૈસા ગુમાવ્યા હોય ત્યારે ફરી એક એવી જ ઘટના સામે આવી છે જેમાં એક યુવાને ગેમ માં પૈસા ગુમાવવાથી માનસિક રીતે પડી ભાંગી ને આત્મહત્યા કરી લીધી હતી.
ઘટના અંગે જાણવા મળતી વિગતો અનુસાર સુરત મા આ ઘટના બનવા પામી છે જેમા અડાજણ પાલ રાજ કોર્નરની ગલીમાં સુડા આવાસમાં રહેતો અને એન્ડ ટી કંપનીમાં નોકરી કરતો યુવાન કે જેનુ નામ નામ સાગર કિશોરરાવ ત્રિકાંડી(29) ઓનલાઈન કેશીનો ગેમના રવાડે ચડ્યો હતો અને 30 લાખ રુપીયા જેટલુ દેવું આ ગેમ ના લીધે થય ગયુ હતુ. જ્યારે આ બાબત ને લઈ ને બુધવારે રાત્રી એ ગળાફાંસો ખાઈ ને પોતાનુ જીવન ટુકાવ્યું હતુ.
બુધવારે રાત્રી ના બનેલી આ ઘટનાની જાણ અડાજણ પોલીસ ના થતા પોલીસ ઘટના સ્થળે પહોચી હતી અને તપાસ હાથ ધરી હતી જેમા સાગર ત્રિકાંડીએ લખેલી સ્યુસાઈડ નોટ મળી આવી હતી જેમા લખ્યુ હતુ કે ” હું સાગર ત્રિકાંડે મારી જાતે આત્મહત્યા કરૂ છુ. મારા પર કોઈ જોર જબરદસ્તી નથી. મે મારા જીવનની એટલી મોટી ભૂલ કરી છે કે કઈ કરી શકતો નથી. હું જુગારમાં ઓનલાઈન કેસીનોમાં 30 લાખ રૂપિયાનું દેવું કરી બેઠો છું એટલે હું આત્મહત્યા કરૂ છું”
આ ઘટના અંગે વધુ મા જાણવા મળ્યુ હતુ કે સાગર ની પત્ની પિયર ગયેલી હતી અને તેના ઘરે 15 દિવસ અગાવ જ દિકરી નો જન્મ થયો હતો ત્યારે સાગરે બુધવારે રાત્રે જ આ પગલુ ભરી લેતા ખુશી નો માહોલ દુખ મા પરિણમ્યો હતો અને પરીવાર પર દુખ નો પહાડ ટુટી પડ્યો હતો.