Gujarat

સુરત : શોર્ટ વિડીઓ બનાવવા ના ચક્કર મા યુવક નો જીવ ગયો ! બન્યો એવો બનાવ કે.

હાલ ના સમય મા યુવાનો અને બાળકો સોસીયલ મીડીયા મા ફેમસ થવા માટે અવનવી તરકીબો અપનાવે છે અને ઘણી વખત ચુક થતા તેના માઠા પરિણામો ભોગવવાનો વારો આવે છે ત્યારે હાલ ના સમય મા અનેક એવા કિસ્સાઓ સામે આવે છે ત્યારે સુરત મા ફરી એક કિસ્સો સામે આવ્યો છે જેમા એક સુરતમાં શોર્ટ વીડિયો બનાવવા જતાં 19 વર્ષીય યુવક જમીન પર પટકાયા બાદ મોતને ભેટ્યો હતો અને પરીવાર પર દુખ નો પહાડ ટુટી પડ્યો હતો.

ઘટના અંગે જાણવા મળ્યુ હતુ કે સુરતના સુરતના સિટી લાઈટ વિસ્તારમાં આવેલા કેનાલ વોક-વે પર શોર્ટ વીડિયો બનાવતાં યુવક જમીન પર ઢળી પડતાં જ મોતને ભેટ્યો હતો. 19 વર્ષ ના પુત્ર નુ મોત થતા પરીવાર દુખ મા ગરકાવ થયો હતો અને જણાવ્યું હતુ કે યુવક પહેલા ટીકટોક માટે વિડીઓ બનાવતો હતો બાદ મા પ્રતિબંધ લાગ્યા બાદ મિત્રોના કહેવા અનુસાર વિડીઓ બનાવતા પહેલા જ જમીન પર ઢળી પડ્યો હતો.

આ ઘટના મા જાણવા મળ્યું હતુ કે યુવક સાડી ના વેપારી નો પુત્ર હતો અને વિડીઓ Instagram મા મુકવાના હતા અને વિડીઓ ઉતરે એ પહેલા જ જમીન પર ઢળી પડ્યો હતો. યુવક ના મિત્ર એ જણાવ્યું હતુ કે રવિવારના રોજ અમે સાથે જ હતા. અણુવ્રત દ્વાર નજીકના કેનાલ વોક-વે પર વીડિયો બનાવવા ગયા હતા. મેં મોબાઈલમાં કેમેરો શરૂ કર્યો અને પ્રથમને જમીન પર પડતા જોઈ હેબતાઈ ગયો હતો. તાત્કાલિક દોડીને ગયો તો પ્રથમ બેભાન થઈ ગયો હતો. સામે ઉભેલી PCR વાનની મદદ લેતા 108ને કોલ કરી પ્રથમને સિવિલ લઈ આવ્યા હતાં. જ્યાં તમામ પ્રયાસ કર્યા બાદ પણ એને બચાવી શક્યા ન હતા.

મુરલીધર વાઘવાણી (પીડિત પિતા) એ કહ્યું હતું કે, ઘટનાની જાણ બાદ હોંશ ઉડી ગયા હતા. પ્રથમ માત્ર 19 વર્ષનો હતો. એક મોટાભાઈ અને માતા-પિતા અને દાદી સાથે રહેતો હતો. ઘરમાં સૌનો લાડકો હતો. તેઓ પોરબંદરના રહેવાસી છે. ધોરણ- 9 બાદ અભ્યાસમાં રૂચિ ન રહેતા મારી (પિતા) સાથે જ સાડીના વેપારમાં જોડાઈ ગયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!