Gujarat

સુરતમાં 13 વર્ષીય સગીરે 12 વર્ષના બાળકને ચાકુના 10 થી વધુ ઘા ઝીકી દીધા ! કારણ એવું સામે આવ્યું કે પોલીસ પણ સ્તબ્ધ જ થઇ ગઈ..વાલીઓ જરૂર વાંચે

રાજ્યમાં જો વાત કરવામાં આવે તો હાલના સમયમાં હાર્ટઅટેકના અનેક ઘટનાઓ વધી ગઈ છે, સમાચાર દ્વારા એવું પણ સામે આવ્યું છે કે છેલ્લા 24 કલાકોની અંદર રાજ્યમાં કુલ 8 લોકોના હાર્ટઅટેકને લીધે મૃત્યુ નિપજ્યા છે. આતો ફક્ત હાર્ટઅટેકને લીધે મૃત્યુ પામનાર લોકોની સંખ્યા છે હજી હત્યા કે આત્મહત્યાની ઘટના વિશે તો અમે વાત જ નથી કરતા. રાજ્યમાં એકાએક ગુનાહિત ઘટનાઓ પણ અનેક સામે આવી રહી છે.

એવામાં ડાયમંડ સીટી સુરત શહેરમાંથી એક ખુબ જ ધ્રુજાવી દેતો બનાવ સામે આવ્યો છે જેમાં એક સગીરે બીજા સગીર પર ચાકુના ઘા ઝીકી દીધા હતા,આવું કરવા પાછળનું પણ સગીરે એવું કારણ જણાવ્યું હતું કે જાણીને સૌ કોઈ દંગ જ રહી ગયું હતું.તમને જણાવી દઈએ કે આ પુરી ઘટના સુરતના પાંડેસરા વિસ્તારમાંથી સામે આવી હતી જ્યા 13 વર્ષના સગીરે 12 વર્ષના બાળકને છરીના 10 થી વધારે ઘા ઝીકી દીધા હતા જે બાદ લોહીલુહાણ થયેલ 13 વર્ષીય બાળકને તાત્કાલિક ધોરણે હોસ્પિટલ સારવાર અર્થે ખસેડી દેવામાં આવ્યો હતો.

આ ઘટનાને લઈને પાંડેસરા પોલીસમાં પણ ફરિયાદ કરવામાં આવી હતી જે બાદ પોલીસે આગળની કાયદાકીય કાર્યવાહી કરી હતી અને આવો ગુનો કરનાર સગીરની પૂછતાછ કરવામાં આવી હતી જેમાં 13 વર્ષીય સગીરે આવું કરવા પાછળનું કારણ જણાવતા કહ્યું હતું કે “વો મેરી ગર્લફ્રેન્ડ સે બાત કરતા થા ઔર વો મુજસે બાત નહિ કરતી થી, ઇસલિએ મેને ઉસકો ચાકુ માર દિયા.”આવું સાંભળતા જ પોલીસના પણ હોશ ઉડી ગયા હતા. આટલી નાની ઉંમરે આવા ગુનાહિત કામ? ખરેખર દરેક વાલીઓ પોતાના સંતાનોને લઈને સાવચેત રેહવું જોઈએ.

તપાસ અનુસાર સામે આવ્યું છે કે હુમલો કરનાર સગીર મૂળ ઓરિસ્સાનો વતની છે અને હાલ શહેરની જય અંબે સોસાયટીમાં રહે છે જયારે પીડિત સગીર જે 12 વર્ષનો હતો તથા તેનું નામ આદિત્ય હતું. જાણવા મળ્યું છે કે જયારે આદિત્ય ઘર નજીક કચરો નાખવા ગયા હતો ત્યારે 13 વર્ષીય બાળક આદિત્ય પાસે આવ્યો અને ગર્લફ્રેન્ડ સાથે કેમ વાત કરે છો તેવું કહીને છરીના 13 જેટલા ઘા ઝીકી દીધા હતા જે બાદ આદિત્ય ઈજાગ્રસ્ત હાલતમાં ઘરે પોંહચતા તેને તાત્કાલિક હોસ્પિલ સારવાર ખસેડવામાં આવ્યો હતો. હાલ તો આદિત્યનું ઓપરેશન કર્યું હોવાની ખબર સામે આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!