સુરતમાં જન્મદિવસની પાર્ટીમાં જ મિત્રએ મિત્રની હત્યા કરી નાખી ! કેક કાપે તેની પેહલા તો મિત્રને છરીના આડેધડ આટલા બધા ઘા ઝીક્યાં…
હત્યાની ઘટના વિશે જો વાત કરવામાં આવે તો હાલ ગુજરાત રાજ્યમાં અનેક એવી ચોંકાવનારી ઘટનાઓ સામે આવી રહી છે જેમાં કોઈને કોઈ વ્યક્તિની હત્યા થતી હોય છે તો અમુક વખત બે જૂથો વચ્ચે લડાઈ તથા કોઈને કોઈને મૌતનો સામનો કરવાનો પડતો હોય છે, હજુ અમદવાદ માંથી હત્યાની ચોંકાવનારી ઘટના સામે આવી હતી જેમાં કુલ 7 લોકો એ મળીને એક ઠાકોર યુવકની હત્યા કરી નાખી હતી એવામાં સુરત શહેરમાંથી એક ધ્રુજાવી દેતી ઘટના સામે આવી છે જેના વિશે જાણીને તમને પણ આંચકો જ લાગી જશે.
તમને જણાવી દઈએ કે સુરતમાં એક યુવાને પોતાના જન્મદિવસ પર જ પોતાના મિત્રને છરીના ઘા ઝીકીને ઢીમ ઢાળી દીધું હતું, જન્મદિવસની કેક કપાય તે પેહલા તો યુવકે પોતાના મિત્રને છરીના ઘા થી છલ્લી કરી નાખ્યું હતું.ઘટના અંગે જાણવા મળેલ છે કે આ ઘટનાનો આરોપી અજરૂદીન અહેમદ છે જેની બર્થડે પાર્ટીમાં તેણે પોતાની બહેનના પૂર્વ પ્રેમીને પણ બોલાવ્યો હતો જે બાદ જન્મદિવસમાં જ તેઓના પ્રેમ સંબંધને લઈને બોલાચાલી થતા પાર્થના શરીર પર અઝરુદીને ચપ્પુના 15 ઘા ઝીકી દીધા હતા.
આ ઘટનાને લઈને પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને આરોપીની અટકાયત કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, પોલીસ દ્વારા કરવામાં આવી રહેલ આ કાર્યવાહીમાં તેઓને જાણવા મળ્યું હતું કે પાર્થના એક વર્ષ પેહલા જ લગ્ન થયા હતા જે બાદ તેની પત્નીને છ માસનો ગર્ભ પણ હતો, એવામાં સંતાન જન્મે તેની પેહલા જ પાર્થની હત્યા થઇ જતા પરિવારજનો દુઃખમાં ગરકાવ થયા હતા, આરોપી હત્યા કરી રહ્યો હતો તે વીડિયોમાં પણ કેદ થયું હતું .
24 વર્ષીય પાર્થ રમેશભાઈ આહીરકર પોતાના મિત્રો સાથે ફરવા નીકળ્યો હતો એવામાં તેના એક મિત્રએ તેને અઝરુદીનની બર્થડે પાર્ટીમાં બોલાવ્યો હતો, જાણતા તમને નવાય લાગશે કે અઝરુદીન તથા પાર્થ છેલ્લા થોડા વર્ષોથી એકબીજાને ઓળખતા હતા એવામાં પાર્થને ન ખબર હતી કે આરોપી અઝરુદીન તેને બર્થ ડે પાર્ટીમાં બોલાવીને તેની બહેનના પ્રેમ સબંધ વિશે કહીને લડાઈ કરશે, એવામાં અઝરુદીને પોતાની બહેનના પ્રેમ સંબંધને લઈને લડાઈ કરી જે બાદ પાર્થને 15 જેટલા છરીના ઘા ઝીકી દીધા હતા, જે બાદ પાર્થને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડતા ફરજ બજાવતા તબીબોએ પાર્થને મૃત જાહેર કર્યો હતો.