સુરતના પાંડેસરામાં બની હત્યાની ધ્રુજાવી દેતી ઘટના ! બાઈક પર આવેલ યુવકોએ બે મિત્રો પર આડેધડ ચપ્પુના ઘા ઝીક્યા…
ગુજરાત રાજ્યમાં જો વાત કરવામાં આવે તો છેલ્લા ઘણા સમયહતી હત્યા તથા આત્મહત્યાના બનાવો સામે આવી જ રહ્યા છે, થોડા દિવસો પેહલા સુરેન્દ્રનગરની અંદરથી હત્યાની ઘટના સામે આવી હતી તો હાલ સુરતના પાંડેસરા વિસ્તારમાંથી હત્યાનો એક ઘાતકી બનાવ હાલ સામે આવ્યો છે જેમાં ચા પીને ઘરે પરત ફરી રહેલા બે મિત્રો પર શખ્સો ચાકુ લઈને તૂટી પડતા બંને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા જે બાદ સારવાર અર્થે ખસેડતા આ બે યુવકો માંથી એક યુવક મૌતને ભેટ્યો હતો.
હત્યાની આ ધ્રુજાવી દેતી ઘટના સુરતના પાંડેસરા વિસ્તારમાંથી સામે આવી છે જ્યા 23 વર્ષીય યુવક જે છેલ્લા 17 વર્ષોથી સુરતમાં રેહતો હતો અને મૂળ ઑડિશાનો રહેવાસી હતો તેની હત્યા કરવામાં આવી છે, મૃતક યુવકનું નામ સનાતન ઉર્ફે રાજ અભિમન્યુ હોવાનું સામે આવ્યું છે, રાજ અભિમન્યુ 23 વર્ષીય હતો જે સ્વાઇ પરિવાર સાથે રહીને ચાની દુકાન ચલાવીને પરિવારનું ગુજરાન ચાલવામાં મદદ કરતો હતો. જાણવા મળેલ છે કે રાજ સહીત તેના કુલ ચાર ભાઈઓ છે.
મીડિયાના અમુક હેવાલો અનુસાર જાણવા મળેલ છે કે ગઈ કાળ રાત્રે 11 વાગ્યાના રોજ રાજ તથા તેનો મિત્ર ચા પીવાનું કહાની ઘરેથી નીકળયા હતા, એવામાં ભાઈના જણાવ્યા અનુસાર ચા પીવા ગયા હતા ત્યારે ત્યાં નજીકના વિસ્તારમાં જ ઝગડો થયો હતો જે જોયા બાદ તેઓ ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે અચાનક જ બે બાઈક સવાર યુવકોએ પાછળથી આવીને ટક્કર મારી હતી જે બાદ રાજ તથા તેનો મિત્ર વાહન પરથી નીચે પડયા હતા, એવામાં મોકો જોતા જ બાઈક પર આવેલા યુવકોએ રાજ તથા તેના મિત્રો પર ચપ્પુના ઘા ઝીકવા લાગ્યા હતા.
રાજને આ હુમલાખોરોએ ચાર જેટલા ચપ્પુના ઘા ઝીક્યા હતા જયારે તેના મિત્રને પણ ચપ્પુના થોડા ઘા ઝીકીને લોહીલુહાણ કરી દેવામાં આવ્યો હતો,એવામાં ગંભીર રીતે ચપ્પુથી ઈજાગ્રસ્ત થયેલ રાજ તથા તેના મિત્રને તરત જ સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડી દેવામાં આવ્યા હતા જ્યા રાજની તબિયત લથડતા લગભગ 9 વાગ્યા દરમિયાન રાજને મૃત જાહેર કરી દેવામાં આવ્યો હતો.
રાજના મૃત્યના સમાચાર સાંભળાતાની સાથે જ પરિવારજનોમાં દુઃખનું મોજું ફરી વળ્યું હતું જયારે પાંડેસરા વિસ્તારની અંદર ભારે ચકચાર મચી જવા પામ્યો હતો, આ ઘટનાને પગલે પોલીસે તપાસ હાથ ધરી છે અને આગળની કાયદેસરની કાર્યવાહીની શરૂઆત કરી છે જેમાં તેઓને જાણવા મળ્યું હતું કે આ ઝઘડો છોકરી બાબતે થયો હતો અને આ જ બાબતને ધ્યાનમાં રાખીને રાજની હત્યા નિપજાવામાં આવી હતી.