Gujarat

સુરતમાં ફર્નિચરની દુકાન ધરાવતા વેપારીએ ગળાફાંસો ખાય મૌતને વ્હાલું કરી લીધું ! વ્યાજખોરોના ત્રાસથી કંટાળી ભર્યું આ પગલું…

વર્તમાન સમયમાં જો વાત કરવામાં આવે તો હાલ ગુજરાત રાજ્યમાંથી અનેક એવા કિસ્સાઓ સામે એવી રહ્યા છે જેના વિશે જાણ્યા બાદ આપણા પણ અમુક વખત હોશ જ ઉડી જતા હોય છે, ક્યારેક હત્યા તો ક્યારેક આત્મહત્યાની અનેક એવી ઘટનાઓ આપણી સામે આવતી જ રહેતી હોય છે એવામાં આજના આ લેખના માધ્યમથી અમે એક આવી જ આત્મહત્યાની ઘટના વિશે જણાવાના છીએ જેમાં એક વેપારીએ વ્યાજના ત્રાસથી કંટાળીને વેપારીને આત્મહત્યા કરી નાખવાનો વારો આવ્યો હતો, આ ઘટનાને પગલે પોલીસે તપાસ હાથ ધરી છે અને ઘટનાના આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરી લેવામાં આવ્યો છે.

હાલ અનેક લોકો એવા છે જે સંગઠિત શેત્રની બદલે અસંગઠિત શેત્રો દ્વારા પૈસા ઉધાર લેતા હોય છે,જેને લીધે અમુક વખત આત્મહત્યા કરવાનો વારો આવતો હોય છે. સુરતનો આ વેપારી આવા જ વ્યાજખોરોનો શિકાર બન્યો હતો. તમને જણાવી દઈએ કે શહેરના સિંગણપોર વિસ્તારની અંદર આવેલ તરણકુંડ રોડ પર આવેલ વિષ્ણુનગર સોસાયટીમાંની અંદર રહેતા પરેશભાઈ વિઠ્ઠલભાઈ અંબાલિયા પોતાના જ ઘર નજીક એલ્યુમિનિયમ ફર્નિચરની દુકાન ધરાવતા હતા જેનું નામ નીલકંઠ એલ્યુમિનિયમ અને ફર્નિચર હતું.

આ દુકાનના ખર્ચ અર્થે બે વર્ષ પેહલા તેઓને આર્થિક સ્થિતિ નબળી બનતા તેઓએ સંજયભાઈ તથા પ્રવીણભાઈ પાસેથી પૈસા લીધા હતા જેનું વ્યાજ દર માસે 15 હજાર રૂપિયાની પણ ચુકવણી કરતા હતા, એવામાં વ્યાજ સાથે બીજા ત્રણ લાખ રૂપિયાની ચુકવણી પરેશભાઈએ કરી દીધી હતી પણ તેમ છતાં સંજય તથા પ્રવીણભાઈ વધુ પૈસા પડાવાના આશયથી પરેશભાઈને હેરાન પરેશાન કરતા હોવાનું તપાસમાં સામે આવ્યું છે.

પૈસા ચૂકવી દીધા હોવા છતાં પ્રવીણભાઈ તેમજ સંજયભાઈ સાથે મળીને પરેશભાઈ પાસેથી વધુ સાડા 3 લાખ રૂપિયાની માંગણી કરતા અને ગાળો આપવા મંડ્યા હતા અને તેઓની દુકાને તાળા લગાવવાની ધમકી આપી હતી, આવા ત્રાસથી કંટાળીને પરેશભાઈએ ઘરમાં જ ગળાફાંસો ખાયને જીવન ટૂંકાવી લીધું હતું, જે બાદ પરેશભાઈના ભાઈએ સિંગણપોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી દીધી હતી જે બાદ પોલીસે સંજય તથા પ્રવીણ વિરુદ્ધ ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી કરવામાં એવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!