સુરતની દીકરીએ રક્ષાબંધન માટે બનાવી રહી છે ખુબ અનોખી રાખડીઓ ! એક બે વર્ષો નહીં પણ સો-સો વર્ષો સુધી ટકશે…જુઓ કેટલી અદભુત રાખડી છે
મિત્રો હાલ રક્ષાબંધનના તહેવારને ફક્ત ગણતરીનો સમય બચી ગયો છે, આમ તહેવાર ખાસ કરીને ભાઈ-બહેનના સંબંધની મહત્વતા દર્શાવતો તહેવાર છે, આમ તો આખું જીવન મોટી બહેન હોઈ તો તે તેના નાના ભાઈ આથવા તો મોટો ભાઈ હોઈ તો તે તેની નાની બહેનનું ખુબ ધ્યાન રાખતો હોય છે તથા રક્ષા કરતો હોય છે પરંતુ રક્ષાબંધન દિવસને ભાઈબહેન ના પવિત્ર સબંધના દિવસ તરીકે ઉજવામાં આવે છે, જેમાં બહેન પોતાના ભાઈ માટે રક્ષા કવચ એટલે કે રાખડી બાંધે છે અને પોતાના ભાઈની રક્ષાની પ્રાર્થના કરે છે.
રાખડી બાંધવા બદલ ભાઈ પણ પોતાની બહેનને સામી ભેટ આપે છે, આમ તો ખ્યાલ હશે જ તે કે રાખડી અનેક નવા નવા પ્રકારની હોય છે અમુક સામાન્ય હોય છે તો અમુક બેશકિંમતી હોય છે, એટલું જ નહીં નાના બાળકો માટે રમકડાં વાળી રાખડી આપણને ધ્યાને પડતી હોય છે પરંતુ આજના આ લેખના માધ્યમથી અમે એવી રાખડી વિશે જણાવાના છીએ જેને એક બે વર્ષો સુધી નહીં પરંતુ 100 વર્ષો સુધી આ રાખડીને પેહરી શકાય છે, ખરેખર આ રાખડી ખુબ જ અદભુત ગણી શકાય તો ચાલો આ રાખડી વિશે તમને વિગતે જણાવી દઈએ.
તમને જણાવી દઈએ કે આ રાખડી સુરતની આર્ટિસ્ટ યુવતી એવી આયુષી દેસાઈએ બનાવી છે જેણે રાખડી બનાવામાં એવો મોટો આવિષ્કાર કર્યો છે કે રાખડી ઘણા વર્ષો સુધી તમે પેહરી શકો છો, એટલું જ નહીં આ રાખડી ફક્ત હાથમાં બાંધવા પૂરતી જ નહીં પરંતુ તેને બ્રેસલેટ તરીકે પણ પેહરી શકાય છે.જણાવી દઈએ કે સુરતની દેસાઈ પરિવારની આ આર્ટિસ્ટ દીકરી એવી આયુષી દેસાઈ ભગવાનને પ્રસન્ન કરવામાં વપરાતી સામગ્રી જેવી કે રુદ્રાક્ષ, કુમકુમ.ચંદન,મોરપંખ, તુલસી,ચોખા, નારિયલની છાલ જેવી અનેક વસ્તુઓનો વપરાશ કરીને તેમાં 24 કેરેટ સોનાની વરખનો ઉપયોગ કરી અદભુત રાખડીનું નિર્માણ કરે છે.
આયુષી દેસાઈ આ અંગે કહે છે કે દરેક બહેન દર વર્ષે પોતાના ભાઈ માટે કાંઈક અલગ કરવા માંગતી હોય છે અને કાંઈક અલગ જ રાખડી બાંધવાની ઈચ્છા ધરાવતી હોય છે, તે કહે છે કે આવી એક કે બે રાખડી બનાવ માટે ત્રણ દિવસ જેટલો સમય લાગે છે અને ઓર્ડર પ્રમાણે જ આ રાખડી તૈયાર કરી આપવામાં આવે છે, આ રાખડીની ખાસ વાત તો એ જ છે કે આ રાખી વર્ષો સુધી એમનામ જ પેહરી શકાય છે.
આયુષી દેસાઈએકહે છે કે આ રાખડીની અંદર સોનાની વરખનો પણ ઉપયોગ કરવામાં આવે છે કારણ કે આપણા હિન્દૂ ધર્મની અંદર સોનાને ખુબ પિવત્ર ગણવામાં આવે છે આથી જ રાખડીની અંદર સોનાનું મિશ્રણ થતા રાખડી સુંદર તો બને જ છે પણ સાથો સાથ ધાર્મિક દ્રષ્ટિકોણથી પણ ઉત્તમ ગણવામાં આવે છે. આ રાખડીની કિંમત વિશે જો વાત કરવામાં આવે તો આ રાખડીની કિંમત 70 રૂપિયાથી 100 રૂપિયાની અંદર હોય છે, આ રાખડીની માંગ ફક્ત ગુજરાતમાં જ નહીં પરંતુ દેશ વિદેશમાં પણ અનેક માંગ હોય છે જેને આયુષી દેસાઈ કુરિયર મારફતે મેકલી આપે છે.
આયુષી દેસાઈ છેલ્લા પાંચ વર્ષોથી આવી ખુબ જ અનોખી તથા અદભુત રાખડીઓ બનાવી રહી છે, વિદેશની અંદર પણ આ રાખડી માંગ ખુબ વધારે ઉદભવી છે તેવું આયુષી દેસાઈ જણાવે છે, આયુષીએ જણાવ્યું હતું કે આ વર્ષે 120 જેટલી રાખડી તેના દ્વારા વિદેશની અમુક ખાનગી શોપ માટે મેકલવામાં આવી હતી.