સુરતની 14 વર્ષીય દીકરીએ રામ મંદિર માટે દાન કર્યા આટલા લાખો રૂપિયા!! પોતે કથા કરી કરીને એકઠા કર્યા રૂપિયા.. જાણો કોણ છે આ દીકરી
શ્રી રામ મંદિર માટે અનેક ઉદ્યોગપતિ સહીત ધાર્મિક સંસ્થાઓએ દાન અર્પણ કર્યું છે, ત્યારે આજે અમે આપને સુરતની 14 વર્ષીય દીકરી વિષે જણાવીશું જેને શ્રી રામ મંદિર માટે દાન કર્યા આટલા લાખો રૂપિયા અર્પણ કર્યા. સૌથી ખાસ વાત એ કે આ લાખો રૂપિયા તેને શ્રી રામ કથા કરીને ભેગા કર્યા. ચાલો અમે આપને જણાવીએ કે આખરે આ દીકરી કોણ છે?
સુરતમાં રહેતી માત્ર 14 વર્ષની ભાવિકા મહેશ્વરી પણ રામાયણ પર પોતાનું પેપર રજૂ કરવા આવી હતી. ભાવિકા એ છોકરી છે જેણે રામાયણની કથા કહીને 52 લાખ રૂપિયા ભેગા કર્યા હતા. અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ માટે પણ દાન આપ્યું. સૌથી ખાસ વાત એ છે કે, રામાયણ કથાનો તેમના મારા માતા-પિતાને ફાળે જાય છે.
લોકડાઉન દરમિયાન તેમને શીખવ્યું અને જ્યારે તે બે-ત્રણ વર્ષની હતી, ત્યારથી જ તેમના માતા પિતા ઇચ્છતા હતા કે તે આધ્યાત્મિક કાર્ય સાથે જોડાય. . .સૌથી ખાસ વાત એ કે માનસ ભવન, ભોપાલ ખાતે આયોજિત 3-દિવસીય પાંચમા આંતરરાષ્ટ્રીય રામાયણ સંમેલનમાં ભારત અને વિદેશના લગભગ 80 સંશોધકોએ ભાગ લીધો છે. ઘણા દેશોના સંશોધકોએ પણ રામ અને રામાયણ પર પોતાના પેપર રજૂ કર્યા છે.ખરેખર આપણા માટે આ ગૌરવની વાત છે.
ભાવિકાએ જણાવ્યું કે, આપણે ક્યારેય રામાયણ એવું ન વાંચવું જોઈએ કે તે સનાતન ધર્મનું છે. હિન્દુ ધર્મના છે. આપણે રામાયણ એ વિચારીને વાંચવું જોઈએ કે તે જીવન જીવવાની રીત છે. તેણે જીવન જીવવાની રીત જણાવી છે. જો આપણે ક્યારેય આ વિચારમાં પડી જઈશું તો કંઈ નહીં થાય. સૌ પ્રથમ, આપણે આ વિચારને દૂર કરીને વિચારવું પડશે કે રામાયણ આપણને જીવન જીવવાનો માર્ગ જણાવે છે.
ભાવિકા મહેશ્વરીએ કહ્યું કે મેં દાન કર્યું નથી. આ સમર્પણ છે. સુરતમાં અમે 14 જાન્યુઆરીએ રામ મંદિર માટે દાન એકત્ર કરવાનું શરૂ કર્યું. અમે ચાર મહિનામાં સાત-આઠ રામ કથા કરી છે. તેમાંથી અમને જે મળ્યું તે અમે રામ મંદિર માટે દાનમાં આપી દીધું.