સુરતનો રડાવી દે તેવો કિસ્સો! માતા પિતા ખાસ વાંચવો જોઈએ, મોબાઇલફોન ગેમ રમતા અચાનક એવી ઘટના ઘટી કે બાળકી મોતને ભેટી, પુરી ઘટના જાણો…
નાના બાળકોનું ખૂબ જ ધ્યાન રાખવું જરૂરી હોય છે. બાળક ઘણીવાર રમત રમતમાં પોતાનો જીવ જોખમમાં મૂકી દેતા હોય છે. અનેકવાર કોઈ વસ્તુ ગળી જવાના બનાવો સામે આવતા જ હોય છે, ત્યારે હાલમાં સુરત શહેરમાં વધુ એક બનાવ સામે આવ્યો છે. સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે ફોનમાં ગેમ રમતા-રમતા ગળે ફાંસો લાગી જતાં પાંચ વર્ષીય બાળકીનું મોત થયું.
વિટીવી દ્વારા પ્રકાશિત અહેવાલ પ્રમાણે જાણવા મળ્યું છે કે મૂળ ઓરિસ્સાના ગંજામના રહેવાસી અને હાલમાં કોસાડ આવાસ ખાતે રહેતા મનોજકુમાર કરાખાનામાં મજૂરી કરી પત્ની અને 5 વર્ષીય બાળકી સાથે રહેતા હતા. કહેવાય છે ને જીવનમાં કાળ ગમે ત્યારે આવી શકે છે, 21 જુલાઈના રો તેમની 5 વર્ષીય બાળકી એસ્પીતા ગેમ રમી રહી હતી અને તેની માતા ઘરમાં રસોઈ બનાવી રહ્યા હતા.
બનાવ એવો બન્યો કે મોબાઈલમાં નેટવર્ક ન આવતા તે બારી પાસે ગઈ હતી અને અચાનક જ પગ લપસતા તેણે ગળામાં પહેરેલા ગમછાનો ટૂંપો લાગી ગયો હતો.બાળકી બેભાન અવસ્થામાં જોઈને બતાત્કાલિક હોસ્પિટલમાં લઈ ગયા હતા જ્યાં ડોકટરે બાળકીને મૃત જાહેર કરી હતી.
આ બનાવની અમરોલી પોલીસની ટીમ હોસ્પિટલ ખાતે દોડી આવી હતી. અમરોલી પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ખરેખર આ બનાવ દરેક વાલીઓ માટે ચેતવણી સમાન કિસ્સો છે, ક્યારેય પણ બાળકને એકલા ન મુકો અને મોબાઈલની આદત તો પાડવી ન જોઈએ કારણે કે મોબાઈલની લત ભારે પડી શકે છે તેમજ કોઈ વસ્તુઓ ન આપવી જોઈએ તેમજ રસ્તા પર એકલા રમવા ન જવા દેવા જોઈએ. બાળકની તકેદારી ખાસ રાખવી જરૂરી છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.