સુરતના ડાયમંડ કિંગ સવજીભાઈ ધોળકિયાએ સહ પરિવાર સાથે અનંત અને રાધિકાના લગ્નમાં હાજરી આપી, અંબાણી પરિવારના કર્યા વખાણ,,,જુઓ તસવીરો
સુરતના ડાયમંડ કિંગ સવજીભાઈ ધોળકિયાએ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન સમારોહમાં ખાસ હાજરી આપી હતી. આ મંગલ પ્રસંગમાં સવજીભાઈ પોતાના પરિવાર સાથે જોડાયા હતા અને અંબાણી પરિવાર સાથેની કેટલીક ખાસ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી.
સવજીભાઈએ આ લગ્ન સમારોહને એક સ્વપ્ન જેવો અનુભવ ગણાવ્યો હતો. તેમણે લખ્યું કે, ” આ લગ્ન સમારોહ એક સ્વપ્ન સાકાર થયું હોય તેવા હતા. વિશ્વભરની શક્તિશાળી વ્યક્તિઓને તમારા પ્રેમના ઉજવણીમાં ભેગી થતી જોવી ખરેખર આશ્ચર્યજનક હતું.”
અંબાણી પરિવારની આતિથ્ય સેવાની પણ તેમણે ખૂબ પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે, “પ્રી-વેડિંગ સેરેમની હોય કે લગ્નનો દિવસ, અંબાણી પરિવારની આતિથ્ય સેવા અનુપમ હતી. મુકેશભાઈ અને નીતાબેન દરેક વ્યક્તિને વ્યક્તિગત રીતે મળ્યા હતા અને તેનાથી આ અનુભવ અવિસ્મરણીય બન્યો હતો.”
સવજીભાઈએ આગળ લખ્યું કે, “અમે પ્રેરણાદાયી લોકો અને શક્તિશાળી વ્યક્તિત્વ સાથે મિત્રતા કરવામાં ખૂબ આનંદ માણ્યો હતો. આ એક જીવનમાં એકવારની ઘટના હતી અને હું તેનો ભાગ બનવા માટે ખૂબ નસીબદાર અનુભવું છું! ભગવાન તમને જીવનના નવા અધ્યાયમાં વધુ આશીર્વાદ આપે જે તમે સાથે શરૂ કરવા જઈ રહ્યા છો!”
સોશિયલ મીડિયા પર શેર કરેલી તસવીરોમાં સવજીભાઈ પોતાની પત્ની, ભાઈ, તેમની પુત્રવધૂઓ અને દીકરા અને દીકરીઓ સાથે અંબાણી પરિવાર સાથે ફોટો ક્લિક કરાવતા અને હળવાશની પળો માણતા નજરે પડે છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો