Gujarat

સુરતની હૈયું ધ્રુજાવી દેતી ઘટના!! જે માતાએ દીકરીને જન્મ આપ્યો ટે જ દીકરાના પ્રાણ પણ લઇ લીધા, પોતે પણ કરી આત્મહત્યા…

આત્મહત્યાના અનેક બનાવ બને છે, ત્યારે હાલમાં જ સુરત શહેરમાં વધુ એક દુઃખદ ઘટના સામે આવી છે. આ દુઃખદાયી ઘટના વિશે જાણીને તમારૂ પણ હૈયું કંપી જશે. આ બનાવ અંગે વિગતવાર માહિતી જાણીએ તો વરાછામાં રહેતી મહિલા એ પોતાની જ દીકરીની હત્યા કરીને પોતે આપઘાત કરી લીધો.

દુઃખદ બનાવ અંગે જાણવા મળ્યું હતું કે, માતાએ ત્રણ વર્ષની પુત્રીને ગળે ફાંસો આપી મોત આપ્યા બાદ પોતે પણ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. આ ઘટનાની જાણ થતા પોલીસે તપાસ હાથધરી છે તેમજ માતા પુત્રીના મૃતદેહને પીએમ અર્થે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે.

કોઈ સગી જ જનેતા પોતાની ફૂલ જેવી દીકરીને મોતને ઘાટ કઈ રીતે ઉતારી શકે એ સૌ કોઈને વિચાર આવે. આ બનાગ પાછળ ચોંકાવનારું કારણે સામે આવ્યું છે કે પુત્રીને જન્મજાત કિડનીની બીમારી હતી, જ્યારે માતા છેલ્લાં ઘણાં વર્ષોથી પિત્તની બીમારીથી પીડાઈ રહી હતી.

મૃતક અંગે વિગત જાણીએ તો સુરતમાં કન્સ્ટ્રક્શનનું કામ કેયુર કથીરિયાની પત્ની રિંકલ કેયૂર કથીરિયા અને તેની ત્રણ વર્ષની દીકરી વિવા કથીરિયા સાથે પિતા માતા અને ભાઈ સાથે ઘણા સમયથી રહે છે.રિંકલ કેયૂર કથીરિયાએ તેની ત્રણ વર્ષની દીકરી વિવા કથીરિયાનું ગળું દાબીને હત્યા કરી હતી, બાદમાં પોતે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.આ બનાવ અંગે સાસુને જાણ થતાં તેમને પુત્ર અને પતિને જાણ કરી હતી. જેને લઇ તેઓ તાત્કાલિક ઘરે આવી પહોંચ્યા હતા.

માતા અને પુત્રીએ બીમારીના કારણે કંટાળી આપઘાત કર્યો છે. પોલીસને મળેલ પ્રાથમિક માહિતી મુજબ ત્રણ વર્ષની પુત્રી વિવા કથીરિયા જન્મજાત કિડનીની બીમારીથી પીડાતી હતી. જ્યારે તેની માતા રિંકલ કથીરિયા છેલ્લાં ઘણાં વર્ષોથી પિત્તની બીમારીથી પીડાઈ રહી હતી અનેક જગ્યાએ એ ખર્ચો કરી દવા અને સારવાર કરાવ્યા છતાં પણ સમસ્યા દૂર થઈ નહોતી જેથી આખરે તેમણે બીમારીથી કંટાળીને આવું પગલું ભર્યું.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!