સુરતની રાંદેર પોલીસે કર્યું એવુ કાર્ય કે હાલ ચારેય કોર થઈ રહ્યા છે ખુબ વખાણ!! આપઘાત કરવાનું વિચારતા કાપડના વેપારીને પોલીસે અપાવી રીક્ષા.. ખરેખર વખાણલાયક
માણસ પર જ્યારે આર્થિક સંકટ પર આવે છે, ત્યારે વ્યક્તિ આપઘાત જેવું પગલું ભરે છે પરંતુ દરેકવ્યક્તિએ યાદ રાખવું જોઈએ કે આર્થિક સંકટ વ્યક્તિ ધારે તો ટાળી શકે છે. હાલમાં જ સુરત પોલીસે એક એવી સરહાનીય કામગીરી કરી છે કે સૌ કોઈ તેમના વખાણ કરી રહ્યા છે, આ કાર્ય કરીને સુરત પોલીસે સાબિત કરી બતાવ્યું છે કે પોલીસે ખરા અર્થે પ્રજાજનોની મિત્ર સમાન છે. ચાલો અમે આપને અમે પ્રેરણાદાયી વાત જણાવીએ. આ ઘટનાના ચારો તરફ વખાણ થઇ રહ્યા છે. કહેવાય છે ને કે ઈશ્વર કોઈપણ સ્વરૂપે મદદ કરી શકે તે આ ઘટનાનું જીવતું જાગતું ઉદાહરણ છે.
સુરત શહેરના ગોપીપુરામાં રહેતા મકબુલ કાંગોલીયાની 3 વર્ષ પહેલા અડાજણના આલીશાન ફલેટમાં રહેતા હતા અને તેઓ વ્યવસાયમાં ટેક્ષટાઈલ માર્કેટમાં કાપડની દુકાન હતી અને સૌથી ખાસ વાત એ કે આજણાં ફાર્મમાં 30 એમ્બોઇડરી મશીનનું કારખાનાનું ભાગીદારીમાં ચલાવતા હતા. કહેવાય છે ને કે આ જગતમાં આપણા જ લોકો વિશ્વાસઘાત કરે છે, મકબુલભાઈના બે ભાગીદારોએ ધંધામાં દંગો કર્યો હતો. એક સમય એમના જીવનમાં એવો દુઃખ આવ્યો કે તેમને પોતાનો જ કાપડનો ધંધો બંધ કરવો પડ્યો અને ફ્લેટ વેચવો પડ્યો.
જીવન એવું જીવવું પડ્યું કે તેમને ફ્લેટના બદલે એક બેડરૂમ હોલ કિચનના નાના ફલેટમાં 4 બાળકો સાથે રહેવું પડ્યું. પોતાની બચત અને દાગીના વેચીને મોટી દીકરીના લગ્ન કરાવ્યા પણ આખરે જીવનમાં એવી આર્થિક કટોકટી આવી કે તેઓ ડિપ્રેશનમાં સરી પડ્યા. ઘરનું ભાડું ભરવા પણ પૈસા ન હતા અને આ સમયે તેમાં માટે આશીર્વાદ રૂપ બની રાંદેર પોલીસ. રાંદેર પોલીસે તેમાં જીવન સુધાર માટે બેન્કમાંથી લોન અપાવીને રીક્ષા ખરીદી અપાવી જેથી તેમનું જીવનધોરણ સુધરે અને ઘર ચલાવવા માટે રોજગારી મળી રહે. સુરત પોલીસે અગાઉ વ્યાજખોરોના ચક્કરમાં ફસાયેલા સેંકડો લોકોને મુક્ત કરાવી બેંકથી લોન અપાવીને લોકોને મોતના મુખમાંથી બચાવીને એક નવું જીવનની સાથે એક નવી રાહચીંધી છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.